Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે આઇઆઇટીઇનો ૧૦મો સ્થાપના દિવસ ઉજવાયો

બદલાયેલી પરિસ્થિતિમાં બ્લેન્ડેડ એજ્યુકેશન સિસ્ટમની જરૂરિયાત છેઃ માન. શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ગુજરાત સરકારના શિક્ષણમંત્રીશ્રી માન. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોવિડ-૧૯ને કારણે સર્જાયેલી નવી પરિસ્થિતિમાં બ્લેન્ડેડ એજ્યુકેશન સિસ્ટમની જરૂરિયાત પર ભાર મુકયો : ટીચર યુનિવર્સિટીના સ્થાપના દિનની ઉજવણીમાં યુનિવર્સિટી સંકુલમાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પ્રશિક્ષક અને ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલનાયક પ્રો. અરૂણ દવેનું શિક્ષક પરિક્ષણને વધુ અસરકારક બનાવવા માટેનું પ્રેરક વકતવ્યઃ કુલપતિશ્રી ડો. હર્ષદ પટેલે શિક્ષક પ્રશિક્ષકો માટેના ANGIRA - MOOC પ્લેટફોર્મ દ્વારા શિક્ષક પ્રશિક્ષકો માટેના ચાણકય પુરસ્કાર સહિત પાંચ મહત્વપૂર્ણ સંકલ્પ જાહેર કર્યાઃ આઇઆઇટીઇના ૧૦મા સ્થાપના દિન અને દશાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે યુનિવર્સિટી સંકુલમાં ૧૦૦૦ વૃક્ષો વાવવામાં આવશે

ગાંધીનગરઃ ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (Indian Institute of Teacher Education - IITE) ગાંધીનગર નવ વર્ષ પૂર્ણ કરીને ૩૦ જૂન, ૨૦૨૦ના રોજ દશાબ્દી વર્ષમાં પ્રવેશી છે. ટીચર યુનિવર્સિટી તરીકે જાણીતી આઇઆઇટીઇના સ્થાપના દિનની ઉજવણી સરકારશ્રીના સૂચનો અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને કરવામાં આવી. આ કાર્યક્રમના મુખ્ય અતિથી પદે ગુજરાત સરકારના શિક્ષણમંત્રીશ્રી માન. ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા અતિથી વિશેષ તરીકે ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક, લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના મેનેજિંગ ટ્રસ્ટી અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પ્રશિક્ષણ પ્રો. અરૂણ દવે ઉપસ્થિત રહ્યા હતા.

માન. શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આઇઆઇટીઇને સ્થાપનાના દશાબ્દી વર્ષમાં પ્રવેશ અને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કરીને સ્થાપના દિવસની ઉજવણી સમારંભનું આયોજન કરવા બદલ ઉમળકાભેર અભિનંદન આપ્યા. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના ફેલાવાને કારણે અટકી પડેલું જનજીવન હવે ધીે ધીરે પુનઃ શરૂ થઇ રહ્યું છે. આવા સમયે સોશિયલ ડિસ્ટેન્સિંગ અને આરોગ્ય વિષયક પૂરતી તકેદારી સાથે આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું આઇઆઇટીઇને અભિનંદન આપું છું. આ કોરોના વેકેશન પછી યોજાયેલો સૌ પ્રથમ પ્રત્યક્ષ કાર્યક્રમ છે.

માન. શિક્ષણમંત્રીશ્રીએ કોવિડ-૧૯ બીમારીને કારણે ઊભી થગેલી નવી સ્થિતિમાં પણ શિક્ષણ પ્રક્રિયા જળવાઇ રહે તે માટે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે પ્રાથમિક શિક્ષણ માટે યોગ્ય ઉંમરે પહોંચેલ બાળકોના પ્રથમ વર્ગમાં પ્રવેશ માટે પ્રવેશોત્સવનું આયોજન થઇ રહ્યું છે. આ વર્ષે પણ શિક્ષણ વિભાગે સમગ્ર રાજ્યના શિક્ષકોની મદદથી શાળા પ્રવેશની યોગ્યતા ધરાવતા બાળકોની સલામતીના નિયમોનું પાલન કરીને પ્રત્યક્ષ યાદી તૈયાર કરીને અત્યાર સુધીમાં લગભગ ૬ લાખ બાળકોને ડિજિટલ ટેકનોલોજીના સમન્વયથી પ્રવેશ આપવામાં આવ્યો છે. બદલાયેલી પરિસ્થિતિમાં બ્લેન્ડેડ એજ્યુકેશન સિસ્ટમ જ આપણને આ ન્યુ નોર્મલમાં ઉપયોગી થશે.

તેમણે આઇઆઇટીઇના મંચથી રાજ્યથી તમામ યુનિવર્સિટીને આહ્વાન કર્યુ કે આગામી સમયમાં રાજ્યની મહત્તમ યુનિવર્સિટી ભારતની ટોચની ૧૦૦ યુનિવર્સિટીની યાદીમાં સ્થાન પામે. તેમણે કહ્યું કે, NIRFના રેન્કિંગમાં રાજ્યની ગુજરાત યુનિવર્સિટી સ્થાન પામી છે. તેને માટે હું આ જાહેર મંચ પરથી અભિનંદન આપું છું. અને આવતા વર્ષે આ યાદીમાં રાજ્યની એક કરતાં વધુ યુનિવર્સિટીને સ્થાન મળે તે માટે સૌ યુનિવર્સિટીના કુલપતિઓ સામુહિક ચર્ચા-વિચારણા કરે તે માર્ગે આગળ વધે.

આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પ્રશિક્ષક, ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલનાયક તથા લોકભારતી ગ્રામ વિદ્યાપીઠના મેનેજિંગ ટ્રસ્ટી પ્રો. અરૂણ દવેનું શિક્ષક પ્રશિક્ષકને વધુ અસરકારક બનાવવા માટે પોતાના વકવ્યમાં અસરકારક સૂચનો કર્યા હતા. તેમણે વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં શિક્ષણના સાધનને સાધ્યને સિદ્ધ કરવા માટે કયાં અને કેવી રીતે વાપરવું તે શીખવવાની જરૂર પર ભાર મૂકયો. તેમણે જણાવ્યું કે, આપણે શિક્ષણને માહિતી પ્રધાન બનાવી દીધું છે. જેને જીવનલક્ષી બનાવવાની જરૂર છે. આપણા પરિવાર, શેરી અને સમાજના પ્રશ્નોની ચર્ચા કલાસરૂમમાં થવી જોઇએ. પરંતુ તેથી ઉલટું થઇ રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું, શિક્ષણમભાં અનુભવ એ સૌથી મોટી એકડો છે અને માહિતીએ એકડા પાછળના મીંડા જેવો હોય છે. એકડા વિના એ મીંડાનું કોઇ મૂલ્ય નથી. શિક્ષણમાં જ્યાં સુધી સંશોધનાત્મક વલણોની કેળવણી ન અપાય ત્યાં સુધી એ શિક્ષણ ફળદાયી નથી થતું.

તેમણે ઇઝરાયલ, ફિનલેન્ડ જેવા દેશોના ઉદાહરણો ટાંકીને જણાવ્યું કે આપણું શિક્ષણ વિષય આધારિત છે. જેને હવે ઘટના આધારિત બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે, વિષયમાં બંધાઇ જવાને કારણે આપણે સમગ્રતાથી વિમુખ થઇ ગયા છીેએ. જો આપણે શિક્ષણને વિષય આધારિતને બદલે ઘટના આધારિત પદ્ધતિ તરીકે સ્વીકારીએ તો શિક્ષણ સોળેય કલાએ ખીલશે.

આઇઆઇટીઇના કુલપતિએ ડો. હર્ષદ પટેલે સ્થાપના દિને ટીચર યુનિવર્સિટીના પાંચ મહત્વપૂર્ણ સંકલ્પ જાહેર કર્યા. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ પ્રશિક્ષણના વિષયોમાં મેસિવ ઓપન ઓનલાઇન કોર્સિસ માટેનું વિશિષ્ટ પ્લેટફોર્મ ANGIRA (Academic Networked Global Instructional Resouces for Academicians) - 'અંગિરા'ની શરૂઆત કરવામાં આવશે. શિક્ષક પ્રશિક્ષકોના સમ્માન માટેનો વિશિષ્ટ પુરસ્કાર-ચાણકય આઇઆઇટીઇ દ્વારા દર વર્ષે આપવામાં આવશે. આઇઆઇટીઇ સાથે સંકળાયેલી સંસ્થાઓના શિક્ષક પ્રશિક્ષકો માટે ફેકલ્ટી એકસચેન્જ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. આઇઆઇટીઇના વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા સુધીના ઓનલાઇન શિક્ષણને પણ ક્રેડિટમાં તબદીલ કરી શકાશે. આ ઉપરાંત લોકડાઉનને કારણે શિક્ષણ પ્રક્રિયામાં આવેલા બહુઆયામી સંશોધન આધારિત સૂચનોને એક દસ્તાવેજ સરકારશ્રીને એક મહિનાની સમયસીમામાં સોંપવામાં આવશે.

આ કાર્યક્રમમાં માન. શિક્ષણમંત્રીશ્રીના હસ્તે ગત વર્ષમાં સેવા નિવૃત્ત થયેલા ૬ શિક્ષક પ્રશિક્ષકોનું સમ્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આઇઆઇટીઇમાં નિયુકિત પામેલા બે શિક્ષક પ્રશિક્ષકોને માન. શિક્ષણમંત્રીના હસ્તે નિમણુંકપત્ર આપવામાં આવ્યા હતા.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને ભારતના વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વૈશ્વિક કૌશલ્યો અને ભારતીય મૂલ્યો સાથે ઘડાયેલા શિક્ષકો તૈયાર કરવાના વિચારને સાકાર કરા માટે પ્રતિબદ્ધ આઇઆઇટીઇના સ્થાપના દિવસની ઉજવણી યુનિવર્સિટીના સંકુલમાં ૧૦૦૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

(5:33 pm IST)
  • ભારતમાં કોરોનાએ કાળોકહેર વર્તાવ્યો :છેલ્લા 24 કલાકમાં 18,339 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,67,536 કેસ: 2,15,301 એક્ટિવ કેસ :કુલ 3,35,271 દર્દીઓ રિકવર થયા :વધુ 417 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 16,904 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 5257 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,69,883 થઇ: તામિલનાડુમાં નવા 3949 કેસ :દિલ્હીમાં વધુ 2084 કેસ નોંધાયા: કર્ણાટકમાં 1105 નવા કેસ : તેલંગાણામાં નવા 975 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 793 કેસ નોંધાયા access_time 1:08 am IST

  • પુત્રીના લગ્ન પાછળ ૬૦૦ લાખ પાઉન્ડ ખર્ચનાર અને અરબોપતિ એલ.એન. મીતલના નાનાભાઇએ દેવાળુ ફુંકયાનું જાહેર કર્યું access_time 3:53 pm IST

  • ટીકટોક એપના માલીકોએ વડાપ્રધાન ફંડમાં અધધધ ૩૦ કરોડ દાનમાં દીધા : ભારતમાં જેના ઉપર બાન મુકવામાં આવેલ છે તે ચાઇનીઝ શોર્ટ વીડીયો શેરીંગ ''એપ'' ટીકટોક ''પીએમ કેર્સ ફંડ''માં ૩૦ કરોડનું દાન આપેલ : ભારતના લોકો પાસે અરબો રૂપિયા ખંખેરીને access_time 3:51 pm IST