Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

વડોદરાની મંગળબજારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા

વડોદરા: શહેરની મંગળબજારના એક એપાર્ટમેન્ટ નજીક કેટલાક પથારાવાળા જાહેરમાં જુગાર રમતા હોવાની વિગતોના પગલે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી જુગાર રમતા પાંચ જણાને ઝડપી પાડયા હતા.પોલીસે ચાર ટુવ્હીલરો,ચાર મોબાઇલ અને રોકડા રૃા.૨૬૬૨૦ કબજે કર્યા હતા.

પોલીસે પકડેલા જુગારીયાઓમાં (૧) શિવકુમાર હરિકિશોર ગુપ્તા (રહે.મંગળ બજાર,પરિખ સદનનો ખાંચો) (૨) સતિષ ચંદુભાઇ રાઠોડ (રહે.હરસિધ્ધી કોમ્પ્લેક્સ, ચોપદાર ફળિયા,નવાબજાર)(૩) દીપેશ ચંદ્રકાન્તભાઇ પરમાર (રહે.નાની છીપવાડ,વણકરવાસ) (૪) અલ્કેશ સુરેશભાઇ રાણા (રહે.બારદાનની ગલી, જ્યુબિલીબાગ) અને (૫) કુંજન ઠાકોરભાઇ શાહ (રહે.મહેતા પોળ,માંડવી) નો સમાવેશ થાય છે. 

(5:29 pm IST)
  • વલસાડના કપરાડા તાલુકામાં ભારે વરસાદ: ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા ગામોમાં ભારે વરસાદ: કપરાડાના દિક્ષલ, ઘોટાન, ફલી, સુથારપાડામાં વરસાદ : વાવર,બરપૂડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ : મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર ગાજવીજ સાથે વરસાદ access_time 9:38 pm IST

  • " હર ઘર જલ " : ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં પાણીની તંગી હવે ભૂતકાળ બની જશે : મુખ્યમંત્રી યોગીએ દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી મળી રહે તે માટે ' જલ જીવન યોજનાનો શુભારંભ કર્યો : 2185 કરોડ રૂપિયાના ખર્ચે પાઇપ લાઈન નાખવાની કામગીરી શરૂ કરાવી access_time 8:24 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો આરોપઃ સરકારે લાભ આપવાના બદલે પ્રજાની કેડ ભાંગી નાખી પેટ્રોલ-ડીઝલમાંથી સરકારે ૧૮ લાખ કરોડની કમાણી કરી access_time 11:37 am IST