Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

વડોદરામાં રેલવે પ્લેટફોર્મ પર નજીવી બાબતે ઝઘડો કરતા બે યુવકોને છોડાવવા વચ્ચે પડેલ શખ્સ પર ખૂની હુમલો થતા ચકચાર

વડોદરા: શહેરમાં રેલવે પ્લેટફોર્મ પાસે ગઈકાલે રાતે ઝગડતા બે યુવકોને છોડાવવા પડેલા એક શખ્સ ઉપર ખૂની હુમલો કરવામાં આવતા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

વડોદરા રેલ્વે સ્ટેશન નજીક રહેતા વિક્રમભાઈ બારોટે પોલીસને જ કહ્યું છે કે, ગઈકાલે રાતે નારાયણ સાહુ અને કમલ પરમાર નામના બે યુવકો કોઈ કારણસર લડી રહ્યા હતા અને બન્ને જણા મારામારી પર આવી જતા તેમને છોડાવવા વચ્ચે પડ્યો હતો.

જેના કારણે ઉશ્કેરાયેલો કમલ પરમાર ત્યાંથી ભાગી છૂટયા બાદ થોડીવારમાં ચાકુ લઈને પરત ફર્યો હતો અને મારી સાથે ઝઘડો કરી મારા ગળાના ભાગે ઘા ઝીકી દીધો હતો. વિક્રમના પરિવારજનો તેને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. સયાજીગંજ પોલીસે ખૂની હુમલાના બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:26 pm IST)