Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

અમદાવાદ:સેટેલાઇટ જેવા પોશ વિસ્તારમાં યુવતીને રાખીને ચાલતા કુટણખાના પર પોલીસે દરોડા પાડી દંપતીને રંગે હાથે ઝડપ્યા

અમદાવાદ:સેટેલાઈટ જેવા પોશ વિસ્તારમાં વિદેશી યુવતીને રાખીને ચલાવાતા કુટણખાના પર પોલીસે દરોડો પાડયો હતો. દંપતી દ્વારા ચલાવાતા આ કુટણખાનામાંથી પોલીસને વિદેશી યુવતી મળી આવી હતી. પોલીસે અહીંથી મહિલા સહિત બે જણાની ધરપકડ કરી હતી. આરોપીઓ ગ્રાહકો પાસેથી 7થી 14 હજાર પડાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

આ બનાવની વિગત મુજબ સેટેલાઈટમાં બ્રાન્ડ ફેક્ટરી પાછળ શ્યામલ રોહાઉસ વિભાગ-2નાં એક ફ્લેટમાં વિદેશી યુવતીઓને બોલાવીને દેહ વેપારની પ્વૃતિ ચાલી રહી હોવાની માહિતી મહિલા ક્રાઈમ બ્રાંચ પોલીસને મળી હતી.

(5:26 pm IST)