Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

અમદાવાદમાં સોલામાં મોબાઈલ પર અજાણી વ્યક્તિએ ફોન કરી બેન્ક એકાઉન્ટની માહિતી મેળવી 1 લાખ 98 હજારનું ઓનલાઇન ટ્રાન્જેક્શન કરી લેતા ગુનો દાખલ

અમદાવાદ:સોલામાં રહેતા જીકેન ભુપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયામાં કપડાનો શોરૂમ ધરાવી ધંધો કરે છે. તેમના મોબાઈલ પર અજાણી વ્યક્તિએ ફોન કરી પોતે સુરેશ પટેલ બોલે છે અને પ્રધાનમંત્રી સીવણ ક્લાસીસ તાલીમ કેન્દ્રમાંથી વાત કરતો હોવાનું જણાવી તમને સીવણ ક્લાસીસમાંથી 1800 રૂપિયા, એક મશીન અને પ્રમાણપત્ર મળવાપાત્ર થયેલ છે એમ જણાવ્યું હતું.

ત્યારબાદ આ શખ્સે જીકેનભાઈ પાસેથી તેમના અને તેમના પિતાના જોઈન્ટ બેન્ક એકાઉન્ટની માહિતી મેળવી હતી. જેના આધારે આ શખ્સે આ ખાતામાંથી કુલ રૂપિયા 1,98,000 રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરીને છેતરપિંડી કરી હતી. સોલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:19 pm IST)