Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ગુજરાતી ફિલ્મના એસોસિએટ ડાયરેકટર અને તેના ભાઈ વિરુદ્ધ ગેંગરેપ કર્યાનો મેકઅપ આર્ટિસ્ટે લગાવ્યો આરોપ

ફિલ્મ શૂટિંગના બહાને આરોપીએ દ્વારકા, રાજકોટ અને દિવની હોટલના રૂમમાં રાખી અનેકવાર રેપ કર્યો

અમદાવાદ: ગુજરાતી ફિલ્મના એસોસિએટ ડાયરેકટર અને તેના પિતરાઈ ભાઈએ પોતાની પર ગેંગરેપ કર્યાનો આક્ષેપ મેકઅપ આર્ટિસ્ટ યુવતીએ કર્યો છે. યુવતીએ પોતાની ફરિયાદમાં આરોપી એવા એસોસિએટ ડાયરેક્ટરે લગ્નની લાલચ આપી ફિલ્મ શૂટિંગના બહાને દ્વારકા, રાજકોટ, દિવ, ધારી વગેરે સ્થળોએ હોટલમાં તેમજ અમરેલીના ભાડેલ ગામે આરોપીઓએ તેની પર 6 માસ પહેલા ગેંગરેપ કર્યાનો ઉલ્લેખ યુવતીએ કર્યો છે.

  આરોપી ડાયરેક્ટર સાથેના સંબંધોથી યુવતી ત્રણ વાર ગર્ભવતી થઈ પણ કોઈ દવા આપી ગર્ભ પડાવી નાખવામાં આવ્યો હતો. યુવતીના પિતાના નિવૃત્તિના કુલ 9.60 લાખ રૂપિયા પણ યુવતી પાસે ટુકડે ટુકડે લઈ આરોપીએ પરત કર્યા નહતા. યુવતીને આરોપીએ આ બાબતે કોઈને પણ વાત કરી તો જાનથી મારવાની ધમકી આપી હતી.

 ચાંદખેડા વિસ્તારમાં રહેતી ગુજરાતી ફિલ્મના શૂટિંગમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરતી 18 વર્ષીય યુવતી ચાર્મીએ (નામ બદલ્યું છે) ગુજરાતી ફિલ્મના એસોસિએટ ડાયરેકટર હાર્દિક સતાસીયા અને તેના પિતરાઈ ભાઈ વિમલ સતાસીયા વિરુદ્ધ ગેંગરેપનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે. દોઢ વર્ષના ગાળામાં આરોપીએ યુવતીની નજીક આવી પ્રેમ સંબંધો વધારીને લગ્નનો કોલ આપીને બળજબળીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુવતી જ્યારે 17 વર્ષની હતી ત્યારે ફિલ્મના શૂટિંગમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે જતી હોવાથી આરોપી હાર્દિકના સંપર્કમાં આવી હતી. યુવતીને ફિલ્મ શૂટિંગના બહાને આરોપીએ દ્વારકા, રાજકોટ અને દિવની હોટલના રૂમમાં રાખી અનેકવાર રેપ કર્યો હતો.

(1:15 pm IST)