Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

સુરત : લગ્નના 15 દિવસે પત્ની આઠ સપ્તાહની પ્રેગ્નેન્ટ !! : પૂછપરછમાં દુષ્કર્મ થયાનો ખુલાસો

પરિચિત યુવકે ઘરમાં પાણી પીવાના બહાને ધુસીને માર મારી દુષ્કર્મ ગુજાર્યો : પોલીસે ફરિયાદ નહીં લેતા મામલો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો

સુરત : શહેરના સચિન વિસ્તારમાં 15 દિવસ પહેલા લગ્ન કરી આવેલી યુવતીને પેટમાં દુઃખાવો થતા હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અહીં યુવતી ગર્ભવતી હોવાનું બહાર આવ્યુ હતું. યુવતીએ પરિચિત યુવક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાથી તેના પતિએ પોલીસમાં અરજી આપી છે. લગ્નને 15 દિવસ થયા હતા ત્યારે પેટમાં આઠ અઠવાડિયાનો ગર્ભ કેવી રીતે રહે તે મામલે પતિએ પત્નીને પૂછતા સમગ્ર હકીકત બહાર આવી હતી. આ મામલે પોલીસે ફરિયાદ ન લેતા મહિલાનો પતિ કમિશનર કચેરી  ખાતે અરજી આપવા આવી પહોંચ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે સુરતના સચિન વિસ્તારમાં 15 દિવસ પહેલા લગ્ન કરી પોતાના સાસરે આવેલી યુવતીએ સચિન પોલીસ મથકમાં અરજી આપી છે. 14 જૂનના રોજ લગ્ન કરી સાસરે આવેલી યુવતીને અચાનક પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. જે બાદમાં પતિ તેને સારવાર માટે હૉસ્પિટલ ખાતે લઇ ગયો હતો. અહીં સારવાર બાદ યુવતી ગર્ભવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.
યુવતીના પેટમાં આઠ અઠવાડિયાનો ગર્ભ હોવાનું સામે આવતા યુવતીએ સમગ્ર બાબતે પતિને ખુલાસો કર્યો હતો. યુવતીએ પતિને જણાવ્યું હતું કે, તેના કાકી ગર્ભવતી બનતા આઠ મહિના પહેલા તેની દેખરેખ માટે તે સુરત આવી હતી. ગત ફેબ્રુઆરી મહિનામાં કાકા-કાકીની ગેરહાજરીમાં તે એકલી હતી ત્યારે પરિચિત યુવક ઘરે આવ્યો હતો. ત્યારબાદ પાણી પીવાના બહાને ઘરમાં ઘૂસી માર મારી બળજબરીથી દુષ્કર્મ કર્યું હતું. જો કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશ એવી ધમકી પણ આપી હતી.

 
 
   
(11:52 am IST)
  • બોટાદના બરવાળા ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ: ભીમનાથ અને પોલારપુર ચોકડી વિસ્તારમાં વરસાદ: નભોઈ અને પીપરીયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ: વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી: ખેડૂતોમાં ખુશીની લહેર access_time 9:37 pm IST

  • વસવાટ હોય તેવી સુપર-પૃથ્વીની શોધ : ૧૧ અબજ પ્રકાશ વર્ષ દુર આવેલ ''સુપર-પૃથ્વીઓ''ની વૈજ્ઞાનિકોએ શોધ કરી છે, જયાં વસવાટ હોવાની શકયતા access_time 3:53 pm IST

  • રાજકોટની કુલ ૧૪૯ સૂચિત સોસાયટીમાંથી ૫૩૩૭ દાવા મંજુરઃ હજુ ૭૩૯ના મંજુરીના હુકમો બાકી : રાજકોટના પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ અને તાલુકા મામલતદાર ક્ષેત્રમાં આવેલી કુલ ૧૪૯ સૂચિત સોસાયટીના બાંધકામો અંગે ૬૦૭૬ દાવા અરજી આવી હતીઃ જેમાંથી ૫૯૨૮ બાંધકામો રેગ્યુલાઈઝ કરવા અંગે સુનાવણી હાથ ધરાઈઃ તેમાં ૫૩૩૭ દાવા કલેકટર તંત્રે મંજુર કરી દીધાઃ હજુ ૭૩૯ દાવા અંગેના મંજુરી હુકમો બાકીઃ સૌથી વધુ રાજકોટ પૂર્વ ક્ષેત્રના ૩૬૧ હુકમો બાકીઃ દક્ષિણમાં ૨૫૩ અને તાલુકામાં ૧૧૬ દાવા અંગે હવે નિર્ણયઃ કલેકટરે તાજેતરમાં બોલાવેલ મીટીંગમાં આખરી સમીક્ષા કરાઈઃ ૧૫ દિ'માં પુરૂ કરવા આદેશો access_time 3:04 pm IST