Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

અનાજ ન મળવા સાથે રાશન કાર્ડ રદ થતા દલિત સમાજે કલેકટર કચેરીએ મોરચો માંડ્યો :100 લોકોની અટકાયત

રોજગારી નહી મળવાના મુદ્દે ભારે હોબાળો મચાવ્યો

 

સુરત : લોકડાઉનને પગલે ગરીબ-મધ્યમવર્ગની હાલત કફોડી બની ગઈ હતી. જેના પગલે સરકાર દ્વારા અનાજ મફત આપવાની જાહેરાત કરાઈ હતી.છતાં પણ રાશન મળ્યું હોવાની ફરીયાદ,તેમજ કેટલાકના તો રાશન કાર્ડ રદ થઇ ગયા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી.ઉપરાંત બેકાર બનેલા યુવાનોને રોજગારીની તકની માંગણી સાથે સોમવારે દલિત સમાજ દ્વારા કલેકટર કચેરી ખાતે મોરચો માંડયો હતો.જોકે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો પહોચી જતા ડિસ્ટન્સ તેમજ અગાઉથી પરમિશન લેવામાં નહિ આવી હોઇ પોલીસે 100 થી વઘુ લોકોની કરી અટકાયત કરી હતી.

કોરોના વાયરસની મહામારીએ વિશ્વ ભરની જનતાને તમામ કામ- ધંધો બંધ કરીને ઘરમાં રહેવા માટે મજબુર કરી દીધા હતા.જેના કારણે લોકોની આર્થિક હાલત કફોડી બની ગઈ છે. એમાં પણ એક ટંકનું કમાઈને એક ટંકનું ખાવા વાળા ગરીબોના હાલ બેહાલ બની ગયા છે.
ત્યારે ગુજરાત સરકાર દ્વારા તમામ રાશન કાર્ડ ધારકોને વિના મુલ્યે રાશન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.ત્યારે ઘણા બધા કાર્ડ ધારકોને રાશન મળયું હોવાની ફરીયાદ ઉઠવા પામી હતી.તો કેટલાક લોકોના કાર્ડ કેન્સલ કરી દેવામાં આવ્યા હતા. સાથે સાથે રોજગારી મળતાં તમામ ગરીબોની હાલત હાલ તો કફોડી બની ગઈ છે.

જે મુદ્દાને લઈને તમામ દલીત સમાજ લોકો સોમવારે કલેકટર કચેરી ખાતે મોરચો લઈને આવ્યા હતા. અને રોજગારી નહી મળવાના મુદ્દે ભારે હોબાળો મચાવતા પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચીં 100 થી વઘારે લોકોની અટકાયત કરી હતી.જો કે પરમીશન હોવા છતાં પણ મોરચો લઈને આવતાં 100 થી વધારે દલીતોની અટકાયત કરવામાં આવી હતી

(12:50 am IST)