Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

અમદાવાદના આબાંવાડીમાં મહિલા સંચાલિત જુગારધામમાં પોલીસનો દરોડો : નવ મહિલા સહીત 10 જુગારીઓ ઝડપાયા

રૂ.19960ની રોકડ અને 5 મોબાઈલ ફોન રૂ 6 હજારના મળી કુલ્લા રૂપિયા 25960નો મુદ્દામાલ કબ્જે

 

અમદાવાદઃ એરપોર્ટ પોલીસે સરદારનગરના આંબાવાડીમાં રવિવારે રાત્રે રેડ કરી જુગાર રમતી 9 મહીલા ગેમબલર સહીત 10 લોકોની ધરપકડ કરી છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બોપલમાં પણ જુગારના રવિવારે ત્રણ કેસો કરવામાં આવ્યા હતાં. સરદારનગર આંબાવાડી ખાતે રહેતી કમલાબહેન લાલચંદ મામનાણી પોતાના આર્થીક લાભ માટે બહારથી યુવતીઓ અને મહિલાઓને બોલાવી જુગરધામ ચલાવે છે.

બાતમીને એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.જે.ચૌધરી સ્ટાઅફ સાથે રવિવારે સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ તપાસમાં મકાનમાં 10 લોકો જુગાર રમતા પકડાયા હતા. એરપોર્ટ પોલીસે સ્થળ પરથી કમલાબહેન મામનાણી, રીટાબહેન સામનાણી, ભાવનાબહેન આહુજા, પૂજાબહેન ડોડેજા, પુષ્પાબહેન વાઘવાણી, શાંતિબહેન મોટવાણી, રાજકુમારી બલવાણી, ગીતાબહેન રાજાણી, લીલતાબહેન હોતચંદાની અને રાજેશ ફગનાણીની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

પોલીસે સ્થળ પરથી રૂ.19960ની રોકડ અને 5 મોબાઈલ ફોન રૂ 6 હજારના મળી કુલ્લા રૂપિયા 25960નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ઉપરાંત શહેરના સરખેજ, કારંજ,એરપોર્ટ સહિતના પોલીસ સ્ટેશનોમાં ઠેર ઠેર જુગારની રેડો કરવામાં આવી છે.

(12:31 am IST)