Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ગજબના ગઠીયા : જમીનમાં સુંરગ ખોદી 67000 લીટર ક્રૂડ ઓઇલની ચોરીઃ 3 આરોપીની ધરપકડ

બે જગ્યા ભાડે રાખી કાવતરું અંજામ પાડ્યું:13.40 લાખના ક્રૂડ ઓઇલની ચોરી કરી

 

અમદાવાદ: જેતલપુર ગામ રોડ પર પસાર થતી આઈઓસીની પાઈપલાઈનમાં 20 ફૂટ ઊંડો ખાડો ખોદયા બાદ જમીનમાં સુરંગ બનાવી આઈઓસીના 67 હજાર લીટર રૂ.13.40 લાખના ક્રુડ ઓઈલની ચોરી કરનાર ત્રણ આરોપીને ક્રાઇમબ્રાન્ચે ઝડપી લીધા છે.ક્રાઈમબ્રાન્ચે ચંડોળા ખાતે એમ.એસ.ડુપ્લેક્સમાં રહેતાં મોહસીન મુબારક રંગરેજની ધરપકડ કરી હતી. જેની તપાસમાં બારેજાના રહેવાસી જગદીશ બાબુ પ્રજાપતિ અને રતિલાલ પુંજા રાવળની ઉજાલા સર્કલથી ધરપકડ કરી છે. આરોપીઓએ 2019માં આઈઓસીની પાઈપલાઈનમાંથી ઓઈલ ચોરી કરવાની યોજના ઘડી હતી

બનાવની વિગત મુજબ આઈઓસીના કન્ટ્રોલ રૂમ તરફથી ઓઈલનું પ્રેસર ઓછું આવતાં 29મી જાન્યુઆરી મહિનામાં પાઈપલાઈન ચેક કરવા આઈઓસીના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. મામલે ફુટ પેટ્રોલીંગ કરી અધિકારીઓએ બે વાર પાઇપલાઇન ચેક કરી પણ કોઈ ભંગાણ મળ્યું હતું. અધિકારીઓએ પાઈપલાઈનમાં ભંગાણ (પંચર) ઈલેક્ટ્રોનિક પદ્ધતી શોધતી કંપનીને કામ સોંપ્યું હતું. કંપનીએ આણંદ બારેજા સીપી સ્ટેશનવાળી લાઈન પર મીટર લગાવી ચેક કર્યું હતું. જેમાં ખેડા બરોડા હાઈવે પર જેતલપુર ગામ પાસે શક્તિ ટ્રાન્સપોર્ટ એન્ડ કન્સ્ટ્રકશન વાળી જગ્યાના કમ્પાઉન્ડમાં પસાર થતી લાઈનમાં ભંગાણ હોવાનું જાણવા મળ્યું હતું

.5મી જૂનના રોજ અધિકારીઓએ સવારે અચાનક જગ્યાએ ચેકીંગ હાથ ધરતા ત્યાં કોઈ માણસો હાજર હતા. કન્ટેનર પડ્યું હોવાથી અધિકારીઓ ત્યાંથી નીકળી ગયા હતા. બે દિવસ બાદ અધિકારીઓએ જાતે પોલીસની મદદ લઈ સ્થળ પર જઈ તપાસ કરાવી જેસીબી વડે 20 ફુટ ઊંડો ખાડો ખોદાવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કેઅજાણ્યા ઈસમોએ પાઈપલાઈનમાં પંચર કરી અંદરની બાજુ પાઈપલાઈનની નીચે વાલ્વ લગાવી તેમાં 2 ફૂટ પહોળી પાઇપ લગાવી જે જગદીશ રાઈસ મિલથી બાજુના કમ્પાઉન્ડમાં કાઢી હતી

.ભેજાબાજોએ થોડા મહિના પહેલાં  ટ્રન્સપોર્ટની બાજુની વાહન પાર્કિંગના નામે ભાડે રાખી હતી. જ્યાં  20 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદી નીચે સુંરગ ખોદી હતી. તેમાંથી જતી પાઇપલાઇનમાં ગાબડુ પાડી પોતાની પાઇપલાઇન જોડી દીધી હતી. તે લાઇન થોડા અંતરે બીજી બંસી કાબરાની કમ્પાઉન્ડમાં બે મહિના પહેલા ભાડે રાખેલી જગ્યામાં ખેંચી લીધી હતી અને ત્યાં વાલ્વ લગાવી ઓઇલ ચોરી કરતા હતા.”

 

(12:22 am IST)
  • મોટી કંપનીનું વિમાન રન-વેથી સ્લીપ થઇ ગયું ? : દેશના મોટા કોર્પોરેટ હાઉસનું ખાનગી વિમાન પરમ દિવસે હૈદ્રાબાદ એરપોર્ટ ઉપર રન-વેની બહાર ચાલ્યુ ગયાના અહેવાલો મળે છે. પાંખો અને લેન્ડીંગ ગીયર ડેમેજ થયાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે. જો કે વિમાનમાં બેઠેલાઓ અને મુસાફરો સલામત છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 3:51 pm IST

  • રાજકોટમાં કડાકા - ભડાકા સાથે છેલ્લી અડધી કલાકથી વરસાદ ચાલુ છે : કાળા ડિબાંગ- ઘનઘોર વાદળો છવાયા : વિજળીના કડાકા - ભડાકા સાથે બેફામ વરસાદ ચાલુ : લોકો ધ્રુજી ઉઠે અને ભયભીત થાય તે રીતે વિજળી ગાજે છે : છેલ્લી અડધી કલાકથી બેફામ વરસાદ ચાલુ access_time 11:18 am IST

  • કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો આરોપઃ સરકારે લાભ આપવાના બદલે પ્રજાની કેડ ભાંગી નાખી પેટ્રોલ-ડીઝલમાંથી સરકારે ૧૮ લાખ કરોડની કમાણી કરી access_time 11:37 am IST