Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

શું તમે તમારી સ્કૂલ સીબીએસઈના મેન્ડેટોનું પાલન કરે છો?

અમદાવાદઃ  સીબીઆઇ પરિપત્ર અનુસાર કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે દરેક સંલગ્ન સ્કૂલો માટે આ જરૂરી કરી દીધું છે કે તેમની પાસે વ્યાપક અને અપડેટેડ વેબસાઇટ હોવી જોઇએ. વેબસાઇટમાં સ્કૂલની સંગતતા સ્થિતિ, સ્કૂલ દ્વારા આપવામાં આવેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓની વિગત, શિક્ષકોના નામ અને પદનામ, તેમની યોગ્યતા, વિદ્યાર્થી નામાંકન અને વિદ્યાર્થી-શિક્ષક રેશિયો, સ્કૂલના મેનેજમેન્ટ વિશેની વિગત, ભૂમિક્ષેત્ર, શૈક્ષણિક સત્ર, રજા અવધિ વગેરે જેવી વ્યાપક વિગત સામેલ હોવી જોઇએ. સીબીએસઇએ આ પણ નક્કી કર્યુ છે કે વેબસાઇટ દર વર્ષે ૧૫ સપ્ટેમ્બર સુધી અપડેટ થઇ જવી જોઇએ. એવી વ્યાપક વેબસાઇટ બનાવવી અને બનાવી રાખવી એક પડકારજનક કામ હોઇ શકે છે.

જો કે શૈક્ષણિક સંસ્થાઓ પાસે ન માત્ર આ સીબીએસઇ મેન્ડેટના કારણે વેબસાઇટ હોવી જોઇએ, પરંતુ આજના સમય અને યુગમાં ઓનલાઇન અસરકારક ઉપસ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસકરીને પોતાની બ્રાન્ડને હાઇલાઇટ કરવી અને વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માટે. જ્યારે કોઇ માતા-પિતા પોતાના બાળકો માટે સર્વશ્રેષ્ઠ શિક્ષણની શોધ કરે છે, તો તે હંમેશા વિશ્વસનીય જાણકારી માટે ઇન્ટરનેટ પર શોધખોફ્ર કરે છે. જો તમારા સ્કૂલની વેબસાઇટ આકર્ષક છે, તો તે નિશ્ચિત રૂપે સંભવિત વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાનું ધ્યાન આકર્ષિત કરશે.

(3:38 pm IST)