Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

સુરતમાં ઉધનાના લોકોને 10 હજારના લાઈટબીલ ફટકારાયા : મસમોટું બિલ આવતા સોસાયટીના રહીશો કચેરીએ પહોંચ્યા

ગાયત્રી નગરના રહીશોના લાઈટ બિલમાં ડીજીવીસીએલ દ્વારા ક્રૂર મજાક

 

સુરત : લોકડાઉન વચ્ચે સુરતના ઉધના વિસ્તાર ખાતે આવેલા ગાયત્રી નગરના રહીશોના લાઈટ બિલમાં જાણે ડીજીવીસીએલ દ્વારા ક્રૂર મજાક કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. બે મહિનાના બાર સો રૂપિયા બિલની સામે લોકોના રૂ. 10000 આવતા સોસાયટીના રહીશો ઉધના ડીજીવીસીએલ ખાતે દોડી ગયા હતા.

ઉધનામાં આવેલી ગાયત્રી સોસાયટીના રહેવાસીઓ પર આભ ફાટી પડ્યું હતું. સોસાયટીના રહેતા રહીશોના ઘરે જ્યારે ડીજીવીસીએલ દ્વારા વીજળી બિલ મોકલવામાં આવ્યા ત્યારે જાણે તેઓની ઉપર આભ ફાટી ગયું હોય તેવું લાગ્યું હતું. જે વ્યક્તિના ઘરે એસી નથી અને દર બીજા મહિને 800 રૂપિયાનું બીલ આવતું હતું તેની સામે ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા છ હજારનું બિલ મોકલી આપવામાં આવ્યું હતું.

બારસો રૂપિયાના આશરે બિલ ધરાવતા એક રહીશના ત્યાં અધિકારીઓએ સાડા દસ હજારનું બિલ મોકલી આપ્યું છે. એક તરફ લોકડાઉનના કારણે છેલ્લા બે મહિનાથી લોકોના રોજગાર અને ધંધા સંપૂર્ણ રીતે બંધ છે. કોઇ પણ આવક થતી નથી અને આવા જ સમયે ડીજીવીસીએલે બિલ ફટકારી દેવામાં આવ્યા છે. હવે લોકો સામે પ્રશ્ન ઉભો થયો છે કે, આ મસમોટું બિલ વગર કોઈ વપરાશ ક્યાંથી ભરાશે. જોકે આ સમગ્ર ઘટના અંગે ઉધના ડીજીવીસીએલ કાર્યાલયના અધિકારીઓ કોઈ જવાબ આપી શક્યા નહોતા.

(11:56 pm IST)