Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

સોમવારથી ગુજરાત ફરી ધમધમતું :ઓડ ઇવન પધ્ધતિ બંધ: સમગ્ર રાજ્યમાં એસટી બસો 60 ટકા સીટિંગ સાથે દોડશે

ટુવહીલરમાં ફેમિલી સાથે બે વ્યક્તિને છૂટ : ફોર વ્હિલ-એસયુવીમાં ડ્રાઈવર વત્તા ત્રણ વ્યક્તિ મુસાફરી કરી શકશે :સિટી બસ સેવા ૫૦ ટકા કેપિસિટીથી ચાલુ કરવાની છૂટ : સચિવાલય અને સરકારી કચેરીઓ સોમવાર ૧લી જૂનથી ફૂલફલે જ શરૂ

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય માટે અનલોક-૧ની ગાઇડ લાઇન્સની ગાઈડ લાઈન જાહેર કરી છે ,રાજ્ય સરકારે કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિઓ-રોજીંદી જીવન વ્યવહાર પ્રવૃત્તિઓને ગાઇડલાઇનને આધિન છૂટછાટો આપવાનો  આગવો વ્યૂહ અપનાવ્યો છે 

તા.૧લી જૂન-૨૦૨૦થી ગાઇડલાઇન્સનો રાજ્યમાં અમલ થશે  :

અનલોક-૧ની ગાઇડ લાઇન્સની મહત્વપૂર્ણ જાહેરાતો  મુજબ

કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.

• કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે.
• સમગ્ર રાજ્યમાં રાતના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો અમલ કરાશે.
• રિજયોનલને બદલે સમગ્ર રાજ્યમાં એસ.ટી બસો ૬૦ ટકા સિટિંગ કેપિસિટી સાથે ચાલશે
• સમગ્ર રાજ્યમાંથી દૂકાનો માટે ઓડ ઈવન પદ્ધતિ સંપૂર્ણ બંધ
• સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ કરવાની છૂટ
• મોટરસાઈકલ અને સ્કૂટરમાં હવે ફેમિલી મેમ્બર સાથે બે વ્યક્તિને સવારીની છૂટ, માસ્ક પહેરવું ફરજિયાત
• મોટા વાહનો-ફોર વ્હિલ-એસયુવીમાં ડ્રાઈવર વત્તા ત્રણ વ્યક્તિ મુસાફરી કરી શકશે
• સમગ્ર રાજ્યમાં સિટી બસ સેવા ૫૦ ટકા કેપિસિટીથી ચાલુ કરવાની છૂટ
• સચિવાલય અને સરકારી કચેરીઓ સોમવાર ૧લી જૂનથી ફૂલ ફ્લેજ્ડ શરૂ થશે
• ૧લી જૂનથી કન્ટેઈનમેન્ટ ઝોન સહિત રાજ્યભરમાં બેન્કો પણ ફૂલ ફ્લેજ્ડ કામ કરતી થઈ જશે
• હોટેલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળો, મોલ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ૮મી જૂન સુધી ચાલુ નહીં થાય
• કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં
• આરોગ્ય વિભાગ રવિવાર સાંજ સુધીમાં રાજ્યના કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારો ફાઈનલ કરી તેની જાહેરાત કરશે
• શૈક્ષણિક સંસ્થાઓ-શાળા-કોલેજો-કોચિંગ ક્લાસિસ, ટયૂશન ક્લાસિસ-એજયુકેશન ઈન્સ્ટિટયૂટ શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારના દિશા નિર્દેશ મુજબ જૂલાઈ માસમાં કરાશે
• લોકડાઉનના ચાર તબક્કામાં જનતા જનાર્દને જે સહયોગ-સહકાર-નિયમ પાલન કર્યા છે તેનો આભાર
• સ્થિતિ સામાન્ય બને જનજીવન પૂર્વવત થાય અને આર્થિક રૂકાવટ ન આવે તે રીતે કોરોના સાથે કામ કરવાની માનસિકતા કેળવવી પડશે
• કોરોના સંક્રમણ વચ્ચેથી પસાર થઈ રહ્યાં છીએ તે ભૂલીએ નહીં – એકે-એક ગુજરાતી કોરોના વોરિયર બનીને કામ કરે
• માસ્ક વિના બહાર ન નીકળીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ, ૬૫ વર્ષથી ઉપરની વયના વડિલો અને નાના બાળકોની વિશેષ કાળજી લઈ, ઘર બહાર ન નીકળે તેની તકેદારી રાખીએ 
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તા. ૩૧મી મે ના રોજ પૂરા થઈ રહેલાં લૉકડાઉન-૪ બાદની સ્થિતિ અંગે ભારત સરકારે આજે લોકડાઉનના બદલે અનલોક-૧ દ્વારા લોક ખોલવાની દિશામાં એક પછી એક કદમ આગળ વધવાનો નિર્ણય કર્યો છે તેને  આવકારતા ગુજરાતમાં પણ અનલોક-૧ સંદર્ભે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે.
તેમણે જણાવ્યું કે, લૉકડાઉન-૪ પછી રાજ્યમાં છૂટછાટો આપીને અમદાવદ અને સુરત સિવાય અલગ-અલગ નગરો, શહેરો, ગામોમાં જનજીવન સામાન્ય થાય તે માટેના પ્રયાસોમાં લોકોએ નિયમો પાળીને જે સહકાર આપ્યો છે તેનો રાજ્ય સરકાર આભાર વ્યક્ત કરે છે.
ભારત સરકારે જાહેર કરેલી અનલૉક-૧ની ગાઈડલાઈન્સ બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મોડી સાંજે કોર ગ્રૃપની મળેલી બેઠકમાં ગુજરાતમાં પણ અનલૉક-૧ સંદર્ભમાં મહત્વપૂર્ણ નિર્ણયો લઈને તેનો અમલ તા. ૧લી જૂનને સોમવારથી કરવા માટેની જાહેરાત મુખ્યમંત્રીએ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવઓની ઉપસ્થિતિમાં કરી હતી.

 

(11:52 pm IST)