Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

લૉકડાઉન વચ્ચે ગુજરાત વેપારી મહામંડળની 11 જુલાઈએ ચૂંટણી જાહેર : 12મી મતગણતરી

હામંડળના પ્રમુખ અને 24 કમિટી માટે હોદ્દેદારોની નિમણુક માટે ચૂંટણી

અમદાવાદ : ગુજરાત વેપારી મહામંડળ અમદાવાદ અને ગુજરાતના વિવિધ ક્ષેત્રે સંકળાયેલા વેપારીઓ માટે ગુજરાત વેપારી મહા મંડળ વેપાર-ઉદ્યોગમાં સરળ નીતિઓની રચના કરે છે ત્યારે લૉકડાઉનની આ પરિસ્થિતિમાં વેપારી મહામંડળના પ્રમુખ અને 24 કમિટી માટે હોદ્દેદારોની નિમણુક માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.

 

કારોબારી સમિતિનો જુનો કાર્યકાળ પૂરો થતો હોવાને કારણે અગાઉના કોરોનાના કાળ વચ્ચે ચૂંટણી યોજાશે. ચેમ્બરના બંધારણ મુજબ હાલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નટુભાઈ પટેલ પ્રેસિડેન્ટ બનશે. આ સિવાય સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ,વાઇસ પ્રેસિડેન્ટ અને 24 કમિટીના સભ્યોની ચૂંટણી યોજાશે. 

 9 જૂન થી 16 જૂન સુધી ઉમેદવારીના ફોર્મ આપવામાં આવશે. આ ફોર્મ 16 જૂનના રોજ સાંજે 4 વાગ્યા સુધી સ્વિકારી શકાશે. ઉમેદવારી ફોર્મની ચકાસણી 19 જૂનના રોજ થશે. ત્યારબાદ કોઈ ઉમેદવારને ફોર્મ પરત ખેંચવું હોય તો 20 જૂનના રોજ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. 11 જુલાઈએ મતદાન અને 12 જુલાઈએ મતગણતરી કર્યા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.
            covid 19ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકારના નિયમોના સૂચનો પ્રમાણે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવશે. ચૂંટણી અંગેના જરૂરી નિર્ણય ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે. અને તે નિર્ણય ફાઇનલને બંધનકર્તા હશે. ગુજરાત વેપારી મહામંડળમાં છેલ્લા બે વર્ષથી ચૂંટણી જાહેર થાય છે પરંતુ બે વર્ષથી સિલેક્શન કરીને પોતાની ટીમ તૈયાર કરવાનું વલણ જોવા મળ્યું છે. આ વર્ષે શું થશે તે હવે આગામી સમયમાં જોવા મળશે.

 

 

(10:56 pm IST)