Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

૨૦૦૮ બ્લાસ્ટના આરોપીના વચગાળાના જામીન ફગાવાયા

આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી જામીન માગ્યા હતા : આરોપીની સામે અત્યંત ગંભીર આરોપ હોવાથી નવી ગાઇડલાઈન છતાં જામીન આપી શકાય નહીં : સરકાર

અમદાવાદ,તા.૧૪ : અમદાવાદ શહેરમાં ૨૦૦૮માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં આરોપી રફીઉદ્દીન શફીઉદ્દીન કાપડિયાની વચગાફ્રાની જામીન અરજી સ્પેશ્યલ જજે ફગાવી દીધી છે. કોર્ટે નોધ્યું હતું કે આરોપી સામે ગંભીર ગુનાનો આરોપ છે ત્યારે જામીન ઉપર છોડવો હિતાવહ નથી. ઉલ્લેખનીય છે કે, બ્લાસ્ટ કેસમાં પકડાયેલા ૮૮ આરોપીઓ સામે સાબરમતી જેલમાં એફએસ (વધુ નિવેદન)ની પ્રક્રિયા ચાલી રહી છે. વર્ષ ૨૦૦૮માં અમદાવાદમાં થયેલા સિરીયલ બ્લાસ્ટ અને સુરતમાં બ્લાસ્ટના કાવતરામાં રફીઉદ્દીન કાપડિયા સહિત ૮૮થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

          આરોપી સામે સાબરમતી જેલમાં કેસ ચાલી રહ્યો છે. દરમિયાનમાં લોકડાઉનના પગલે આરોપી રફીઉદ્દીને ૯૦ દિવસના વચગાફ્રાના જામીન મેળવવા માટે અરજી કરી જણાવ્યું હતું કે, પરિવારની આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ છે જેના લીધે પરિવારની તકલીફ પડે છે. જેથી વચગાળાનાા જામીન પર મુક્ત કરવો જોઈએ. સરકાર તરફથી એવી રજુઆત કરવામાં આવી હતી કે, આરોપીને જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે ચેડા થવાની શક્યતા નકારી શકાય નહી. તાજેતરમાં હાઈકોર્ટ હાઈપાવર કમિટિ દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈન અંતર્ગત કેસ આવતો નથી. જેથી આરોપીની જામીન અરજી ફગાવી જોઈએ. ત્યાર બાદ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.

શું હતો કેસ.............

અમદાવાદ, તા. ૩૦ : અમદાવાદ શહેરમાં ૨૬ ઓગસ્ટ ૨૦૦૮માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ૫૬ લોકોનંા મૃત્યુ નિપજયાં હતાં અને ૨૪૦ લોકોને ઈજા પહોંચી હતી. જયારે સુરતમાં ૧૫ જગ્યાએ વિસ્ફોટ કરવા માટે બોમ્બ ગોઠવવામાં આવ્યા હતા.પોલીસે ઈન્ડીયન મુજાહીદ્દીન આંતકવાદી સંસ્થાના ૮૮ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ મૂક્યું હતું. કેસમાં હજુ ૧૨ આરોપીઓ નાસતા ફરે છે.

(8:16 pm IST)