Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

દુકાનદારોએ વોટ્સએપથી પુસ્તકો અને સ્ટેશનરીના ઓર્ડર લેવાનું શરૂ કર્યુ

વાલીઓ અને વિદ્યાર્થીઓને રાહત : કેટલાક વેપારી હોમ ડિલિવરી કરશે

અમદાવાદ, તા. ૩૦ : લોકડાઉન -૪ માં સ્ટેશનરીની  દુકાનો ખુલવાની પરવાનગી  મળી છે. જેના કારણે વાલીઓ  અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે  પુસ્તકો અને સ્ટેશનરી ની ખરીદી  કરવા માટે ઉમટ્યા છે. જો  કે હવે સ્ટેશનરી દુકાનદારોએ  વોટ્સઅપ થી ઓર્ડર લઈને હોમ  ડિલિવરી કરવાનું ચાલુ કરતા  વાલીઓ અને વિદ્યાર્થીઓને  રાહત મળી છે.

જૂન માસથી શરૂ થનારી  ઓનલાઈન સ્કૂલો અને  કલાસીસના કારણે ટેકસ્ટ  બુક અને નોટબુકની ખરીદી  પુરજોશમાં ચાલુ છે.સ્ટેશનરી ના  દુકાનદારના જણાવ્યા મુજબ  સવારે ૧૦થી ૪ દુકાન ખુલ્લી  રહે છે, ત્યારે એક કલાકમાં  માત્ર ૨૦ ગ્રાહકોને એન્ટ્રી મળે    છે .જેમાં કયારેક ૧૦થી ૧૫  ગ્રાહક જ આ એક કલાકના  સમયગાળા દરમિયાન ખરીદી  કરી શકે છે. જેના કારણે  ગ્રાહકોને વોટ્સએપમાં ટોકન  નંબર અપાય છે. સાથે તેનો  ખરીદીનો સમય પણ જણાવી  દેવામાં આવે છે. વોટ્સઅપ પર  ખરીદનારે આપેલા લિસ્ટ મુજબ  પુસ્તકો,નોટબુક અને સ્ટેશનરી  તૈયાર રાખવામાં આવે છે.

સોશિઅલ ડિસ્ટન્સ જાળવવા  માટે તમામ દુકાનોમાં બે કાઉન્ટર  રાખવામાં આવે છે. વાલીઓને  ધક્કો ન પડે તેના માટે ધોરણ  અને કયાં બોર્ડનું પુસ્તક કયારે  આવશે તેનું અપડેટ વોટ્સઅપ  આપવામાં આવે છે. દર બે દિવસે આખી દુકાન સેનિટાઇઝ  કરવામાં આવે છે .ઓનલાઈન  પેમેન્ટ કરતા ખરીદદારો માટે  અલગ સમય સવારે ૯થી ૧૦ નો  રાખવામાં આવે છે. સ્ટેશનરીના  દુકાનદારે વધુમાં જણાવ્યું હતું કે  સરકારે પરવાનગી આપ્યા બાદ  રોજના ૪૦ થી ૫૦ વાલીઓ એક  દુકાનમાંથી પુસ્તકોની ખરીદી કરે છે. ગુજરાત બોર્ડનો પુસ્તકોનો  સ્ટોક હજુ પણ બજારમાં ઉપલબ્ધ  નથી જેના કારણે વિદ્યાર્થીઓએ  ઓનલાઇન પુસ્તકોના સહારે  ભણવું પડશે .પરંતુ મોટાભાગના  વાલીઓ હોમડિલિવરીનો  આગ્રહ રાખતા હોઈને એ સેવા  પણ ૪ થી ૭ દરમિયાન પુરી  પાડવામાં આવે છે. (૯.૧૬)   

(3:44 pm IST)