Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

સુરતઃ પાન - મસાલાના પ્રિન્ટ ભાવ કરતા વધુ લેતા ૯ દુકાનદારો દંડાયાઃ ૧૮ હજારનો દંડ

સુરત,તા.૩૦:સુરત શહેરના પાન મસાલા, બીડી, સિગારેટ તથા તમાકુ વગેરેની દુકાનોને તાજેતરમાં ચાલુ કરવાની પરમિશન મળતા વધુ નફો લેવાની લ્હાયમાં કેટલાક દુકાનદારો દ્વારા નફાખોરી કરતા હોવાનું માલુમ પડતા મદદનિશ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા વધુ ભાવો લેતા દુકાનદારો વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. વધુ વિગતો આપતા સુરત/તાપી મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી બી.આર.વિશાણાએ જણાવ્યું હતું કે, કચેરીના સીનીયર/જુનીયર નિરીક્ષીકો દ્વારા શહેરના એલ.એચ.રોડ, વરાછા રોડ, પાંડેસરા, ઉન, ભેસ્તાન, રામનગર, મોરાભાગળ વગેરે અલગ અલગ વિસ્તારોમાં ૫૩ પાન મસાલાના એકમોની ઓચિંતી તપાસણી હાથ ધરી મસાલાનું વેચાણ કરતા નવ વેપારી એકમો દ્વારા રજનીગંધા પાન મસાલા, તાનસેન પાન મસાલા, ગોલ્ડ ફલેક સિગારેટ, કલાસીક માઈલ્ડ સિગારેટ વગેરે પાન મસાલાના પેંકીગ ઉપર છાપેલ કિંમત કરતા સરેરાશ રૂપિયા ૧૦ થી લઈ ૯૦ સુધીનો વધુ ભાવ લેતા હોવાનું માલુમ પડતા ધી પેકેઝડ કોમીડીટી રૂલ્સ મુજબ પ્રોસીકયુશન કેસ કરી રૂ.૧૮૦૦૦નો દંડ સ્થળ ઉપર વસુલ કરવામાં આવ્યો હતો.

(2:42 pm IST)