Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

પાટણમાં વધુ ર કોરોના પોઝિટીવ કેસ : કુલ કેસ ૭૭

પાટણ, તા. ૩૦ :  પાટણ શહેરમાં આજે વધુ ર કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જીલ્લામાં કુલ ૭૭ પોઝિટીવ કેસ થયા છે.

પાટણ જીલ્લાના નવા તાલુકાઓમાં સાંતલપુર તાલુકામાં એક પણ કેસ ન નોંધાતા સાંતલપુર તાલુકો કોરાના મુકત રહેવા પામ્યો છે. જયારે જીલ્લાના આઠ તાલુકાઓમાં કોરોના પ્રવેશી ચુકયો છે.

ગઇકાલે સાંજે પાટણ શહેરના છબીલા હનુમાન સામે રાજ ટેનામેન્ટમાં ૩૬ વર્ષના યુવાનનો પોઝિટીવ રીપોર્ટ આવ્યો છે જયારે મીરા દરવાજા વિસ્તારમાં ૩૭ વર્ષના યુવાનનો પણ પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. આ બે કેસ નવા નોંધતા જેતે વિસ્તારમાં પોલીસ દ્વારા બેરીકેટ ગોઠવી સીલ કરી આરોગ્ય વિભાગને જાણ કરી દેવામાં આવી છે.

જીલ્લામાં આવતા પ્રસિધ્ધ વરાણા, શંખેશ્વર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોના મંદિરો ખોલવા પ્રજામાંથી માંગ ઉઠી રહી છે.

 ધાર્મિક તીર્થ સ્થળોમાં મંદિરો બંધ રહેતા અને યાત્રિકો નહિ આવતા મંદિરો આજુબાજુ રહેતા ધંધાર્થીઓ છેલ્લા બે માસથી ધંધા રોજગાર વગર બેકાર બેઠા છે. જીવન નિર્વાહ માટે મુશ્કેલી બની છે.

(2:42 pm IST)