Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ગુજરાત પર હવે ' હિકા' વાવઝોડાનો ખતરો : કચ્છના કંડલાને ઘમરોળશે

કલાકના 120 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે : દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ ફંટાશે : રાજસ્થાન તરફ આગળ વધશે અને ત્યાં જ વિખેરાઈ જશે

મુંબઈ  અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે. ડીપ ડિપ્રેશન દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે મુંબઈમાં પ્રિ-મોન્સૂન વરસાદની શક્યતા દેખાઈ રહી છે. 2થી 4 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા પણ હવામાન વિભાગ દર્શાવી રહ્યું છે. ત્યારે હાલ ગુજરાતને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના માથે હવે ‘હિકા’ વાવાઝોડાનું સંકટ ઉભું થયું છે.ગુજરાતમાં ‘હિકા’ વાવાઝોડાનું સંક તોળાઈ રહ્યું છે. આ વાવાઝોડું ચોથી અને પાંચમી જૂનના રોજ રાજ્યના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ ફંટાય તેવી દહેશત છે. ‘હિકા’ વાવાઝોડું કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ઘમરોળીને રાજસ્થાન તરફ આગળ વધશે અને ત્યાં જ વિખેરાઈ જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, અગાઉ હિકા વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ જવાનું હતુ.

અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હવે આ વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. હવામાન સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે, આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના 120 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ગુજરાતમાં આ વાવાઝોડાના પગલે જામનગર દ્વારકા ઓખા સહિતના બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં ડિપ્રેશનને લઈને સિગ્નલ લગાવાયું છે. જે 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દીધી છે.તો ગુજરાતના અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ આજથી જોવા મળી રહ્યું છે. અમદાવાદ, રાજકોટ, દાહોદમાં વાદળછાયું વાતાવરણ આજે સવારથી જોવા મળ્યું હતું,

(1:26 pm IST)