Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કડી પોલીસ સ્ટેશન દારૂ કૌભાંડમાં તપાસ તેજ : વધુ 550 બોટલો કેનાલમાંથી કબ્જે

ગાંધીનગર પોલીસ દ્રારા તપાસનો ધમધમાટ

મહેસાણાના કડી પોલીસ સ્ટેશનમાં લોકડાઉન દરમિયાન જપ્ત કરાયેલો દારૂ વેચાતો હોવાની ગાંધીનગર સુધી ફરિયાદો પહોંચી હતી. જે દારૂની બોટલો 400 થી 2000 રૂપિયા સુધી વહેંચાતી હોવાની ફરિયાદના પગલે ગાંધીનગર પોલીસ દ્રારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ હતો.

દારૂની બોટલો કેનાલમાંથી શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે કેનાલમાંથી 550 જેટલી વધુ દારૂની બોટલો કેનાલમાંથી મળી આવતા પોલીસે જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી શરૂ કરી છે.

(1:05 pm IST)