Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

સુરતના ઓલપાડમાં એક સાથે કોરોનાના ચાર પોઝિટિવ કેસ : તંત્રમાં દોડધામ

સોદલાખારા, ભાંડુત, મોર અને સાયણમાં કોરોના કેસો આવતા લોકોમાં ફફડાટ

સુરત જિલ્લામાં કોરોના કહેર વધી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના અસન્ખ્ય કેસો સામે વાવી રહ્યા છે. આજે જિલ્લાના ઓલપાડમાં એક સાથે વધુ  ચાર કોરોના પોઝિટિવ કેસો સામે આવતા તંત્રમાં દોડધામ મચી ગયેલ છે. ઓલપાડના અલગ અલગ વિસ્તારો જેવા કે સોદલાખારા, ભાંડુત, મોર અને સાયણમાં કોરોના કેસો આવતા સ્થાનિક લોકોમાં પણ ગભરાહટ જોવા મળી હતી.

(1:02 pm IST)