Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અપાતી સારવાર અંગે સંતોષ વ્યકત કર્યો : વાહિયાત આક્ષેપ કરનારને જબરી લપડાક

પરપ્રાંતિય શ્રમિકોના સ્થળાંતર મામલે રાજય સરકારે ઉઠાવેલા પગલાંઓની પણ હાઇકોર્ટે સકારાત્મક નોંધ લીધી

અમદાવાદ,તા.૩૦:ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ જે.બી. પારડીવાલાની બેંચ સમક્ષ રાજય સરકાર સામેની થયેલી સુઓમોટો અરજી અંગે રાજય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ કરેલી રજૂઆતોને ધ્યાનમાં લઇને હાઇકોર્ટ કેટલાક મહત્વપૂર્ણ અવલોકનો-હુકમો કર્યા છે.

નામદાર હાઇકોર્ટે નોંધ્યુ છે કે, ડેડીકેટેડ કોવિડ-૧૯ સિવીલ હોસ્પિટલ અમદાવાદના સંદર્ભમાં રાજય સરકારને હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા તમામ દિશાનિર્દેશોનું પાલન થયું છે

હાઇકોર્ટ દ્વારા નિમવામાં આવેલી ત્રણ એકસપર્ટ ડોકટરો ડો. અમી પરીખ, ડો. અદ્વૈત ઠાકોર અને ડો. બિપીન અમીનની સમિતીએ રાજય સરકારે લીધેલા પગલાંઓની વિગતો સાથે જે અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા તેની પણ હાઇકોર્ટ નોંધ લઇને સંતોષ વ્યકત કર્યો છે.રાજય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-૧૯ના સારવાર અંગેના જે રેઇટ તા.૧૬/પ/ર૦ના રોજથી નિયત કરવામાં આવેલા છે તે પહેલ ની હાઇકોર્ટે નોંધ લીધી છે અને હાઇકોર્ટે ચર્ચાને અંતેખાનગી હોસ્પિટલોને આ રેટ માં વધુ ૧૦ ટકા ઘટાડો કરવાના આદેશો આપ્યા છે.રાજયમાં કોરોના દર્દીઓના ટેસ્ટીંગ ICMRના ગાઇડલાઇન્સ મુજબ કરવામાં આવે છે તેવી રજૂઆત રાજય સરકાર તરફથી કરવામાં આવી હતી. આ સંદર્ભમાં હાઇકોર્ટે વધુ સુનાવણી-ચર્ચા વિચારણા માટ ICMRના પણ પક્ષકાર તરીકે જોડવાના આદેશો કર્યા છે

માઇગ્રન્ટ લેબર શ્રમિકોના સ્થળાંતર અંગે રાજય સરકારે જે કામગીરી કરી છે તેની હાઇકોર્ટે સકારાત્મક નોંધ લીધી છે ગુજરાતમાંથી ૯પ૦થી વધુ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દ્વારા ૧૪ લાખથી વધુ શ્રમિકોને તેમના વતન-રાજય પહોચાડવામાં આવ્યા છે તે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે એમ પણ હાઇકોર્ટે નોંધ્યુ છે. હાલ આ માઇગ્રન્ટ લેબર અંગેની બાબત સુપ્રિમ કોર્ટમાં પડતર હોવાથી હાઇકોર્ટ આ વિષયે રાજય સરકારને કોઇ દિશાનિર્દેશો આપેલા નથી.

કોરોના મામલે ગુજરાત સરકાર પર વાહિયાત આક્ષેપો કરતા તત્વોને હાઇકોર્ટની લપડાક લાગી છે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અપાતી સારવાર અંગે સંતોષ વ્યકત કર્યો છે

પરપ્રાંતિ શ્રમિકોના સ્થળાંતર મામલે રાજય સરકારે ઉઠાવેલા પગલાંઓની પણ હાઇકોર્ટે સકારાત્મક નોંધ લીધી છે

ગુજરાતમાંથી ૯પ૦થી વધુ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દ્વારા ૧૪ લાખથી વધુ શ્રમિકોને તેમના વતન-રાજય પહોચાડવામાં આવ્યા છે તે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે તેમ ગુજરાત હાઇકોર્ટ દ્વારા મનાયું હતું

 કોરોના સંદર્ભે ગુજરાત હાઇકોર્ટ કેટલાક મહત્વપૂર્ણ અવલોકનો-હુકમો કર્યા છે. હાઇકોર્ટે નોંધ્યુ છે કે, ડેડીકેટેડ કોવિડ-૧૯ સિવીલ હોસ્પિટલ અમદાવાદના સંદર્ભમાં રાજય સરકારને હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા તમામ દિશાનિર્દેશોનું પાલન થયું છે. હાઇકોર્ટ દ્વારા નિમવામાં આવેલી ત્રણ એકસપર્ટ ડોકટરો ડો. અમી પરીખ, ડો. અદ્વૈત ઠાકોર અને ડો. બિપીન અમીનની સમિતીએ રાજય સરકારે લીધેલા પગલાંઓની વિગતો સાથે જે અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા તેની પણ હાઇકોર્ટ નોંધ લઇને સંતોષ વ્યકત કર્યો છે. રાજય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-૧૯દ્ગક સારવાર અંગેના જે રેઇટ તા.૧૬/પ/ર૦ના રોજથી નિયત કરવામાં આવેલા છે તે પહેલ ની હાઇકોર્ટે નોંધ લીધી છે અને હાઇકોર્ટે ચર્ચાને અંતે ખાનગી હોસ્પિટલોને આ રેટમાં વધુ ૧૦ ટકા દ્યટાડો કરવાના આદેશો આપ્યા છે.

રાજયમાં કોરોના દર્દીઓના ટેસ્ટીંગ ICMRના ગાઇડલાઇન્સ મુજબ કરવામાં આવે છે તેવી રજૂઆત રાજય સરકાર તરફથી કરવામાં આવી હતી. આ સંદર્ભમાં હાઇકોર્ટે વધુ સુનાવણી-ચર્ચા વિચારણા માટે ત્ઘ્પ્ય્દ્ગચ પણ પક્ષકાર તરીકે જોડવાના આદેશો કર્યા છે. માઇગ્રન્ટ લેબર શ્રમિકોના સ્થળાંતર અંગે રાજય સરકારે જે કામગીરી કરી છે તેની હાઇકોર્ટે સકારાત્મક નોંધ લીધી છે. ગુજરાતમાંથી ૯પ૦થી વધુ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દ્વારા ૧૪ લાખથી વધુ શ્રમિકોને તેમના વતન-રાજય પહોચાડવામાં આવ્યા છે તે એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે એમ પણ હાઇકોર્ટે નોંધ્યુ છે. હાલ આ માઇગ્રન્ટ લેબર અંગેની બાબત સુપ્રિમ કોર્ટમાં પડતર હોવાથી હાઇકોર્ટ આ વિષયે રાજય સરકારને કોઇ દિશાનિર્દેશો આપેલા નથી.

(11:36 am IST)