Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

અરબી સમુદ્રમાં તોફાન અને મોજા ઉછાળવાની શકયતા : માછીમારોને સમુદ્રમાં નહિ જવા હવામાન વિભાગની સલાહ

એન્ર્ક બંદરે એક નંબરના સિગ્નલ લગાવાયા : માછીમારોએ બોટ કિનારે લીધી

અમદાવાદ : બંગાળની ખાડીમાં ઉદ્યભવેલા નવા તોફાની વાવાઝોડાને પગલે સમુદ્ર તોફાની થવાની અને મોઝા ઉછળવાની શક્યતાઓ છે. સમુદ્ર તોફાની બની શકે છે તેમજ સમુદ્ર તટીય વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તેવી હવમાન વિભાગે આગાહી કરી છે

 આજે પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં પલટો જવા મળી રહ્યો છે. ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. પવનની દિશા બદલાઈ રહી છે. આજે સવાર થી ઉકળાટ વધી રહ્યો છે.

  સમુદ્રમાં તોફાની વાવાઝોડાની આગાહીને પગલે માછીમારોને પણ સમુદ્રમાં નહીં જવા ચેતવણી આપતું પોર્ટ પર સિગ્નલ લગાવી સાવચેત કરવામાં આવેલ છે. જોકે હાલ માછીમારોએ પોતાની ફિશિંગ બોટો કિનારાથી ઉપર લઇ લીધી છે અને ને સીઝન નહીં હોવાથી ફિશિંગ બોટોના રીપેરીંગ કામો શરૂ કરી દીધી હતા.

(3:57 pm IST)