Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

લોકડાઉન-૫ને લઇને ગુજરાતમાં ફરીથી બધું બંધ કરી દેવાશે એ માત્ર અફવા

લોકોને અફવાથી દૂર રહેવા વિજયભાઇ રૂપાણીની અપીલ

ગાંધીનગર,તા.૩૦:: સમગ્ર દેશમાં અને રાજયમાં લોકડાઉન ૪ શરૂ છે. જે ૩૧ મેનાં રોજ પૂર્ણ થવા જઇ રહ્યું છે. ત્યારે રાજયમાં ચાલી રહેલા લોકડાઉનનાં ચોથા તબક્કામાં આપવામાં આવેલી છૂટછાટ બાદ ગુજરાતમાં અનેક એવાં વિસ્તારો છે જયાં કોરોનાનાં કેસો વધ્યાં છે.એમાંય અમદાવાદમાં તો કોરોનાએ કાળો કહેર મચાવી દીધો છે. ત્યારે રાજયમાં અને દેશમાં વધતા જતા કોરોના સંક્રમિત કેસોનાં આંકડાઓ વચ્ચે રાજયમાં લોકો એવી અફવા ફેલાવી રહ્યાં છે કે લોકડાઉનનો પાંચમો તબક્કો આવશે તેમાં હવે આપવામાં આવેલી તમામ છૂટછાટોને બંધ કરી દેવામાં આવશે.

કે જે વિસ્તારોમાં કોરોના પહેલાથી જ વકર્યો હતો ત્યાં હજી પણ કોરોના નિયંત્રણમાં નથી આવ્યો. જેને લઇને છેલ્લાં કેટલાંક દિવસથી સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થઇ ગયાં છે. જો કે ફરી લોકડાઉન ૫માં બધું જ બંધ કરી દેવામાં આવશે તેવી અફવા વચ્ચે અને સોશિયલ મીડિયામાં આવાં ફરતા થયેલા મેસેજને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે કે, '૧ લી જૂનથી લોકડાઉન-૫ અમલમાં આવશે અને ફરીથી બધું બંધ કરી દેવામાં આવશે, એવી વાતો જે ફેલાઈ રહી છે. તે વાતો માત્ર અફવા છે અને નાગરિકોએ આવી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઇએ. તેમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે.'

(10:56 am IST)