Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

સુરત કોરોનામાં સાજા થનાર દર્દીની સંખ્યા 1 હજારને પાર પહોંચી : હવે સક્રિય કેસ 397

સક્રિય કેસો પૈકી ૩૨૦ પોઝિટિવ દરદીઓની કંડિશન સારી સ્થિતિમાં

 

સુરત : સમગ્ર રાજયમાં કોરોનામાં સારા થઇને ડિસ્ચાર્જ થનાર દરદીઓની સંખ્યામાં સુરત મોખરે છે. સુરતમાં જે પ્રમાણે કેસો સામે આવેલા છે અને સતત વધી રહ્યા છે. તેની વચ્ચે સતત રીકવરી રેટ પણ સૌથી વધુ છે. સુરત શહેરમાં આજે વધુ 28 પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. કુલ અત્યાર સુધીના 1491 કેસોમાંથી 66 દર્દીઓના મૃત્યુ થયા છે અને 1013 પોઝિટિવ દર્દીઓ સારા થયા છે. શહેરમાં રીકવરી રેટ 68.6 ટકા થઇ ગયો છે. કુલ 1491 દરદીઓ પૈકી હાલ 397 સક્રિય કેસો છે. જે પૈકી ઓક્સિજન, બાઇપેપ અને વેન્ટીલેટર પર રહેલા ગંભીર દરદીઓ સંખ્યા 75 જેટલી છે. જેનો મતલબ હાલ સક્રિય 400થી વધુ સક્રિય કેસો પૈકી ૩૨૦ પોઝિટિવ દરદીઓની કંડિશન સારી સ્થિતિમાં છે અને આગામી નજીકના દિવસોમાં દરદીઓને પણ ડિસ્ચાર્જ આપવામાં આવશે. કોવિડ કેર સેન્ટર ખાતે હાલ માઇલ્ડ લક્ષણ ધરાવતા 58 દર્દીઓ દાખલ છે. જેનો પણ સક્રિય દરદીઓની સંખ્યામાં સમાવેશ થાય છે

 અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં હાલમાં ત્રણ હોસ્પીટલ ખાતે કોરોના પોઝેટીવ દર્દિઓની સારવાર કરવામાં આવી રહીય છે. જેમાં સૌથી વધુ કેસ સિવિલ હોસ્પિટલ અને કોવિડ હોસ્પિટલ ખાતે છે, જયાંથી રીકવરી થઇને મોટી સંખ્યામાં દર્દીઓ બહાર નીકળ્યા છે. આજે પણ સુરતમાં રોજના 35 થી 40 પોઝેટીવ કેસો આવે છે સાથો-સાથ નવા વિસ્તારોમાં પણ એકલ દોકલ કેસ મળી રહ્યા છે. જેથીજ આજે સુરતમાં કલ્સ્ટર પણ 83 છે.

(12:27 am IST)