Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

વડોદરામાં ચર્ચા બાદ ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓના સારવારની ફી અંગે સ્વંય નિયમન કરશે

શહેરમાં COVID-19 સામેની લડતમાં 1000 વધુ બેડ અને 200 આઇસીયુ બેડ ઉમેરવામાં મદદ મળશે.

વડોદરા: ખાનગી  હોસ્પિટલ અને કંસલ્ટન્ટ એસોસિએશનના ભાગ રૂપે અનેક હોસ્પિટલો અને ડોક્ટર COVID-19 દર્દીઓની સારવાર માટે હોસ્પિટલ દ્વારા લેવામાં આવતી ફીનું નિયમન કરવા માટે ભેગા થયા હતા. વડોદરામાં COVID-19 માટે વિશેષ ફરજ પરના અધિકારી વિનોદ રાવે જણાવ્યુ કે, આ પ્રથમ વખત છે જ્યારે એસોસિએશને ફીનું સ્વયં નિયમન કરવાનો નિર્ણય લીધો છે અને આ સંદર્ભે બાંહેધરી આપી છે. વિનોદ રાવે કહ્યું કે, તેનાથી શહેરમાં COVID-19 સામેની લડતમાં 1000 વધુ બેડ અને 200 આઇસીયુ બેડ ઉમેરવામાં મદદ મળશે.

એસોસિએશનના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. કૃતેશ શાહે જણાવ્યુ હતું કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કરાયેલા એસોસિએશન દ્વારા શ્રેણીબદ્ધ વિચાર-વિમર્શના કારણે ભાવોમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડૉ. શાહે જણાવ્યુ હતું કે, ‘એસોસિએશને વિવિધ સ્તરોની સેવાઓ માટે દરરોજ દર કાપવાની ઓફર કરી છે અને દરની ટોચમર્યાદા નક્કી કરી છે. જે અધિકૃત COVID-19 કોર્પોરેટ હોસ્પિટલો દ્વારા વસૂલ કરવામાં આવવાથી ઘણી ઓછી છે. તેમણે વધુમાં ઉમેર્યુ કે, હોસ્પિટલોની પસંદગી વીએમસી દ્વારા કરવામાં આવશે.

સામાન્ય ખાનગી હોસ્પિટલોમાં ડ્યુટી ડોક્ટરો, દવાઓ (કેટલાકને છોડીને) પીપીઇ કીટ, એન-95 માસ્ક સહિતની કિંમતો સહિત દરરોજ 6000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે જ્યારે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલો માટે આ રકમ 8585 રૂપિયા છે અને આઇસીયૂ અને વેન્ટીલેટર ધરાવતી ફેસિલીટી માટે થોડી વધારે છે

વિનોદ રાવે એમ પણ કહ્યું કે, વીમા કંપનીઓને જ્યા લાગુ પડે ત્યા કેશલેસ સુવિધાઓ પુરી પાડવા માટે સુનિશ્ચિત કરવામાં આવી છે. વિનોદ રાવે એમ પણ કહ્યું કે, બે ખાનગી મેડિકલ કોલેજોનો મુખ્યમંત્રી અમૃત યોજના (MAA) હેઠળ માન્યતા આપવામાં આવી છે અને વીએમએમએ તેમની સાથે એમઓયુ પણ કર્યો છે. વિનોદ રાવે કહ્યું કે બન્ને કોલેજમાં તમામ 400 પથારીઓ સાથે COVID-19 સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે.

(9:43 pm IST)