Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

કપડવંજ ડિવિઝનલ સ્ક્વોડે રાત્રીના સમયે બગડોલમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 4 શકુનિઓની ધરપકડ કરી

કપડવંજ: ડિવિઝન સ્ક્વોર્ડની ટીમ ગત રોજ રાત્રિના સમયે કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન કઠલાલ તાલુકાના બગડોલ ગામમાં આવેલ દૂધની ડેરીની પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગારીઓમાં નાસભાગ મચી હતી. જેમાં કેટલાક જુગારીઓ અંધકારનો લાભ લઈ નાસી છુટ્યાં હતાં

જો કે પોલીસે સ્થળ પરથી પત્તાપાનાનો જુગાર રમતાં અમીતભાઈ કિરીટભાઈ શર્મા (કઠલાલ), વિલાયતહુસેન નબીમીયાં કાઝી (મલેકપુરા, કઠલાલ), -મણભાઈ શનાભાઈ ડાભી (બગડોલ) અને અલાઉદ્દીન અહેમદમીયાં ચુવાણ (પીઠાઈ) ને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં.

(5:56 pm IST)