Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરી ઝડપાઇ :500 ગ્રામ બિસ્કીટ્ને ઓગાળી પાવડર બનાવેલ :આરોપીની ધરપકડ

આરોપી અમનઉલ્લા મોટીશામ મૂળ કલકત્તાનો રહેવાશી:શારજાહથી સુરત આવ્યો હતો

સુરત : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી સોનાની દાણચોરીનો કરનાર એક શખ્શ ઝડપાયો છે. સુરતના એર ઇન્ટેલિજન્સ યુનિટે કરી આરોપીની ઘરપકડ કરીને તેની પાસેથી રૂપિયા 16 લાખના 500 ગ્રામ સોનાનો પાઉડર ઝડપી લઇને વધુ તપાસ હાથ ધરી છે. 

 આરોપીએ સોનાના બિસ્કીટને પીગળાવીને પાઉડર બનાવ્યો હતો અને શર્ટના કોલરો અને પેન્ટની ઝીપ પાસે છુપાવેલું હતુ. ઇન્ટેલિજન્સ યુનિટે દ્વારા ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી અમનઉલ્લા મોટીશામ મૂળ કલકત્તાનો રહેવાશી છે. અમનઉલ્લા શારજાહથી સુરત આવ્યો હતો

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર થયા બાદ સુરતમાં સોનાની દાણચોરીની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અને દાણચોરો દ્વારા અવનવી ટેકનિકોનો ઉપયોગ કરીને દાણચોરી કરી રહ્યા છે. હવે તો દાણચોરો દ્વારા હવે સોનાની તસ્કરી દ્વારા હવે સોનાનો પાવડર કરીને દાણચોરી કરવામાં આવી રહી છે.

(11:49 pm IST)