Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

વડોદરામાં પાણીની સમસ્યાને કારણે મહિલાઓ વિફરી: વોર્ડ ન.10ની ઓફિસમાં તોડફોડ

વોર્ડ ઓફિસરના ટેબલ પર ગંદુ પાણી રેડીને કર્યો ઉગ્ર વિરોધ : ખુરશીઓમાં તોડફોડ કરી

વડોદરાઃ વડોદરામાં પાણીની સમસ્યાને કારણે મહિલાઓ વિફરી હતી શહેરમાં વોર્ડ નંબર 10ની ઓફિસમાં સુભાનપુરાની સ્થાનિક મહિલાઓએ તોડફોડ કરીહતી છેલ્લાં ઘણાં સમયથી સુભાનપુરા, આનંદવન સહિતની 5 સોસાયટીઓમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓમાં ઉગ્ર રોષ જોવાં મળ્યો છે.રોષે ભરાયેલી આ મહિલાઓએ વોર્ડ ઓફિસરનાં ટેબલ પર ગંદુ પાણી રેડીને આ ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો છે. આ સાથે જ મહિલાઓએ ઓફિસમાં પડેલી ખુરશીઓની પ ણ તોડફોડ કરી હતી.

(8:17 pm IST)
  • ઉત્તર પ્રદેશની કૈરાનાના 73 અને ભંડારા-ગોંદિયાના 49 મતદાન કેન્દ્રો પર આજે ફરીથી થઈ રહ્યું છે મતદાન : સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે : પેટાચૂંટણીમાં વીવીપેટ મશીનોમાં ખરાબી આવી હતી, જેના કારણે આ બેઠકો પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે. access_time 2:38 pm IST

  • દિલ્હીના માલવીયાનગર રહેણાક વિસ્તારમાં છેલ્લા ૧૨ કલાકથી, એક ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગ હજુ બેકાબૂ : હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી : ફાયરબ્રિગેડ તંત્રએ આગ બુઝાવવા માટે હેલીકોપ્ટરની મદદની માંગણી કરી : ગોડાઉનની આસપાસના ઘરોમાં રહેતા લોકોમાં નચી ગઈ અફરાતફરી access_time 9:05 am IST

  • અફઘાનમાં અમેરિકી સેના ત્રાટકી : પ૦ તાલીબાનીના ફૂરચા : ગાઝાએ ઇઝરાઇલ પર રપ થી વધારે મિસાઇલો દાગી હોવાના સમાચાર મળે છે : ઇઝરાયલ બદલો લેશે access_time 4:34 pm IST