Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

સુરતના પાંડેસરામાંથી યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી: પોલીસ કાફલો દોડ્યો

લાશ નજીકથી એક મહિલાનું અને એક પુરૂષના પગનું ચપ્પલ મળ્યું

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મહાવીર કોલેજના ગેટ પાસેથી યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે રોડ સાઈડમાં પડેલી આ લાશ અંગે સ્થાનિક લોકોએ પાંડેસાર પોલીસમાં જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજો લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

 આ અંગે મળતી વિગત મુજબ પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક પાસે અને મહાવીર કોલેજના ગેટ સામે શ્રમિક જેવા દેખાતા અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. રોડ સાઈડમાંથી મળી આવેલા યુવકના મૃતદેહમાં નીચેના ભાગે કાળું પેન્ટ અને ઉપર બ્લૂ સફેદ પટાવાળું ટી શર્ટ પહેરેલાં છે. સાથે જ વિચિત્ર કહી શકાય તે રીતે યુવકની લાશ નજીકથી એક મહિલાનું અને એક પુરૂષના પગનું ચપ્પલ પડ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું શરૂ કર્યું છે. બાદમાં લાશના પીએમ માટેની તજવીજ હાથ ધરી છે. યુવકની હત્યા કે આત્મહત્યા તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(8:16 pm IST)