Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ઝઘડિયાના રાજપારડીમાં સિંચાઇના સાધનોની ચોરી કરતા ત્રણ આરોપી ઝડપાયા:મુદામાલ કબ્જે

ચોરીનો મુદામાલ ખરીદનાર વેપારીની પણ અટકાયત :ચારેયના રિમાન્ડ મેળવવા તજવીજ

ઝઘડીયા તાલુકાના રાજપારડી પોલીસ મથકની હદમાં ગામડાઓની સીમમાંથી સિંચાઇના સાધનોની ચોરી કરવા સાથે સાધનોની તોડફોડ કરવાની ફરિયાદો બાદ રાજપારડી પોલીસે ચોરી કરતા ત્રણ શખ્શો અને ચોરીનો માલ ખરીદનાર વેપારીને મુદ્દામાલ સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  રાજપારડી પોલીસ મથકે રાજપારડીના પટેલ ફળીયામાં રહેતા પિયુષ મનુભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે તેમના તેમજ બીજા ૭ જેટલા ખેડૂતોના ખેતર રાજપારડીની સિમમાં આવેલા છે. જ્યાંથી કોઇ અજાણ્યા ઇસમો દ્વારા સિંચાઇના કામ માટે વપરાતા ઇલેકટ્રીક ફ્યુઝ નંગ ૨૧,૬૮ મીટર કેબલ વાયર,ચેઇન કપ્પો નંગ ૧ તથા ચેઇન, પાના નંગ ૨ તથા લોખંડની ઘોડી નંગ ૧ મલી કુલ રૂપિયા ૩૦,૪૮૦ ની મત્તાની ચોરી કરી હતી. તથા સ્ટાર્ટર નંગ ૬નું નુકશાન કરાયું છે. જે ફરિયાદના આધારે પોલિસે તપાસ હાથ ધરી મુદ્દામાલ હસ્તગત કર્યો છે.

  ચોરી કરનાર વિજય જયંતિ વસાવ(રહે. પીપદરા,તા. ઝઘડીયા), સંજય બાબુ વસાવા (રહે.ગૂંડેચા,તા.ઝઘડીયા), વિજય તલસી વસાવા (રહે. કાલીયાપુરા,તા. ઝઘડીયા) તથા ચોરીનો મુદ્દામાલ ખરીદનાર વેપારી રણજીતસિંહ મુળજીબાવા વસાવા (રહે.શ્રીજી નગર સોસાયટી,રાજપારડી) મલી કુલ ૪ આરોપીની તા.૨૯મીના રોજ અટકાયત કરી તેમના રિમાંન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે

(7:50 pm IST)