Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

સુરત મનપાની સામાન્ય સભામાં ભારે હોબાળો : જળસંચયમાં ભ્રષ્ટ્રાચારનો આરોપ

કોંગી કોર્પોરેટરે અપશબ્દો ઉચ્ચારતા સસ્પેન્ડ કરવા માંગણી

સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો મચ્યો હતો જળ સંચય અભિયાનમાં અંતર્ગત ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષે આક્ષેપ કરતાં હંગામો મચ્યો હતો. સત્તાધારી ભાજપ પર કોંગ્રેસ દ્વારા પાલ ઉમરા બ્રીજ મુદ્દે આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. જેથી પક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા હતા કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉચ્ચારેલા અપશબ્દો પરત ખેંચવાની માંગ અને સભ્યને સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ હતી.

 મનપાની સામાન્ય સભામાં જળસંચય અભિયાનમાં ભ્રષ્ટાચાર થયાના મુદ્દે કોંગ્રેસે હંગામો મચાવ્યો હતો. અને મેયર શરમ કરો તેવું ઉચ્ચારણ કરાતાં કોંગ્રેસના કોર્પોરેટ ભુપેન્દ્ર સોલંકીએ કર્યું હતું. જેથી મેયરને અપશબ્દોનો પ્રયોગ કરાતા ભાજપના કોર્પોરેટરોએ ભુપેન્દ્ર સોલંકીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. અને ભાજપની મહિલા કોર્પોરેટર પણ લાંચ કાંડમાં સપડાયાના સામાન્ય સભામાં સવાલો પુછાતા માહોલ ગરમ રહ્યો હતો.

 

(7:44 pm IST)