Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

તલોદ તાલુકાના મોઢુકામાં પરિણીત પ્રેમીપંખીડાએ ઝેર ગટગટાવ્યું

તલોદતલોદ તાલુકાના મોઢુકા ગામની સીમમાં સોમવારે વહેલી સવારે પરિણીત યુવક યુવતીએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. તલોદ પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી અનુસાર સોમવારના રોજ તલોદ તાલુકાના મોઢુકા ગામની સીમમાં સવારે વાગ્યા પહેલા કોઇપણ સમયે કરણસિંહ દીપસિંહ મકવાણા અને નિલમબેન અમૃતસિંહ રાઠોડે ઝેરી દવા ગટગટાવી જીવનનો અંત આણ્યો હતો. દિપસંહ તખતસિંહ મકવાણાએ તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદની વિગત અનુસાર મોતને વહાલુ કરનાર બંને જણા વચ્ચે પ્રેમ સંબંધ હતો અને અલગ અલગ લગ્ન થતા ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યુ હતુ. વહેલી સવારે ઘટનાની જાણ થતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. તલોદ પોલીસને જાણ થતા બંનેની પીએમ વગેરેની કાર્યવાહી હાથ ધરી .ડી. દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(6:19 pm IST)