Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ઉમરેઠના કસ્બા નજીકથી જુગાર રમતા બે શકુનિઓની રંગે હાથે ધરપકડ

ઉમરેઠ:શહેરના કસ્બા પાસેથી ગઈકાલે મધ્યરાત્રીના સુમારે પોલીસે દરોડો પાડીને બે શખ્સોને જુગાર રમતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા જ્યારે સાત ફરાર થઈ જવા પામ્યા હતા. પોલીસે રોકડા ૨૩૫૦ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે પોલીસે મળેલી માહિતીના આધારે ઉમરેઠના કસ્બા પાસે છાપો મારતાં કાલુમીંયા અબ્બાસમીંયા ચૌહાણ તથા વસીમ યાસીનભાઈ શેખ ઝડપાઈ જવા પામ્યા હતા તેમની પાસેથી રોકડા ૨૩૫૦ મળી આવ્યા હતા. જ્યારે ફીરદોશ ઉર્ફે રાજુદા મહંમદહુસેન મલેક, અજગર હસનમીંયા ઠાકોર, ઈમરાનખાન કાલુખાન પઠાણ, મકબુલ ઉર્ફે બતક ચૌહાણ, સીકંદર ઉર્ફે કેરી વ્હોરા, જાવેદ અબ્દુલહુસેન બેલીમ તથા ઈમ્તીયાઝ ઉર્ફે લાલો નબીભાઈ ચૌહાણ ફરાર થઈ જવા પામ્યા હતા

(6:15 pm IST)
  • હિલ સ્ટેશન સિમલામાં અભૂતપૂર્વ પાણીની સમસ્યા :છેલ્લા કેટલાય દિવસોથી આંદોલન કરતા લોકો ફરી રસ્તામાં ઉતર્યા :પાણીની તંગીને કારણે 30 રેસ્ટોરન્ટ બંધ :નપા અને સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ; રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું :નળને બદલે ટેંકરોથી પાણીનું વિતરણ :કાળાબજારી અને તંત્રની બેદરકારી સામે લોક રોષ access_time 1:38 am IST

  • નેપાળના પ્રધાનમંત્રીનું મંત્રીઓને ફરમાન :છ મહિનામાં લેપટોપ શીખો નહીંતર બરખાસ્ત કરાશે : પીએમ કેપી ઓલીએ પોતાની સરકારના મંત્રીઓને આદેશ કર્યો કે દરેકે ફરજીયાત લેપટોપ શીખવું પડશે access_time 1:37 am IST

  • રાજકોટમાં ગરમીમાં આંશિક ઘટાડો પણ બફારો વધ્‍યો : ૪૦.૪ ડિગ્રી : ભેજનું પ્રમાણ ૩૩ ટકા, ૨૪ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:34 pm IST