Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

નડિયાદ: વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ ચલાવી ગઠિયો છૂમંતર

નડિયાદ:તાલુકાના વડતાલ સ્વામિનારાયણ મંદિરના ઘુમ્મટમાં દર્શન કરતી મહિલાના ગળામાંથી અજાણી મહિલાએ સોનાનો દોરો આંચકી મોઢા ઉપર મુક્કો મારી ભાગી ગયાના બનાવે ભારે ચકચાર મચાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકાના કોટડા બાપુના ફળિયામાં રહેતા કનકબા ચનુભા જાડજો આજે સવારે પરિવાર સાથે વડતાલ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા આવ્યા હતાં. મંદિરના સ્ત્રી વિભાગમાં ઘુમ્મટ નીચે ઊભા રહી દર્શન કરતા હતા ત્યારે દર્શનાર્થીઓની ભીડ વચ્ચે યાત્રીકના વેશમાં ઘુસી ગયેલ અજાણી મહિલાએ સીફ્તપૂર્વક કનકબાના ગળામાં હાથ નાખી સોનાનો દોરો આંચકી લીધો હતો. જેથી કનકબાએ આ મહિલાને પકડવાનો પ્રયાસ કરતા મહિલા કનકબાને મોઢા ઉપર જોરથી મુક્કો મારી ફરાર થઈ ગઈ હતી. આ બનાવ અંગે કનકબા ચનુભા જાડેજાની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મંદિરમાં લગાવેલ સીસીટીવી ફૂટેજનાં આધારે મહિલા ઠગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

(6:15 pm IST)