Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

મહુધા તાલુકાના અલીણામાં કાકા-ભત્રીજા વચ્ચે થયેલ બબાલમાં હિંસક અથડામણ

મહુધા:તાલુકાના અલીણામાં સહિયારા મકાન બાબતે સગાં સંબંધીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં દંપતીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાના બનાવ અંગે મહુધા પોલીસમાં ભત્રીજા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે

 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહુધા તાલુકાના અલીણામાં બાબુભાઈ કાળાભાઈ રોહિતનું વડીલો પાર્જીત મકાન આવેલ છે. તેઓ ગઈકાલે વડોદરાથી પોતાના વતન અલીણા આવ્યા હતા. અને પોતાના વડીલો પાર્જીત મકાનમાં પતિ-પત્નિ બેઠા હતા. દરમિયાન પ્રવિણભાઈ નારણભાઈ કટારીયાએ બાબુભાઈને જણાવેલ કે તમારે ઘરમાં રહેવા આવવાનું નથી મકાન મારા પપ્પાનું છે. કાકા ઘરની બહાર નીકળી જાઓ કહી ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. તેમજ બાબુભાઈને છાતીમાં ફેંટોનો માર મારી ચપ્પુ લઈ આવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી

અંગે બાબુભાઈ કાળાભાઈ રોહિતની ફરિયાદ આધારે મહુધા પોલીસે પ્રવિણભાઈ નારણભાઈ કટારીયા તથા ઉષાબેન પ્રવિણભાઈ નારણભાઈ કટારીયા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(6:14 pm IST)
  • દિગ્વિજયસિંહ કેજરીવાલના માર્ગે, માનહાનિ કેસમાં નીતિન ગડકરીની માંગી માફી : નીતિન ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવાયા ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ગડકરી નેતાથી વધુ ઉદ્યોગપતિ છે. access_time 5:38 am IST

  • રાજકોટમાં ગરમીમાં આંશિક ઘટાડો પણ બફારો વધ્‍યો : ૪૦.૪ ડિગ્રી : ભેજનું પ્રમાણ ૩૩ ટકા, ૨૪ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:34 pm IST

  • બ્રિટન સમક્ષ ભારતે ઉઠાવ્યો વિજય માલ્યા ,લલિત મોદી અને નીરવ મોદીનો મામલો;માલ્યા અને લલિત મોદીના પ્રત્યાર્પણમાં ઝડપ લાવવા જણાવ્યું :બંને દેશો વચ્ચે ગૃહમંત્રાલય સ્તરીય સંવાદમાં ભારતે નીરવ મોદીની શોધ માટે પણ બ્રિટનના સહયોગની અપીલ કરી access_time 1:48 am IST