Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

પાટીદાર સમાજનું આયોગ બનાવો, હાર્દિક પટેલ સહિતના સામેના કેસ પાછા ખેંચો

પરેશભાઈ ધાનાણીને પત્ર પાઠવતા દિનેશ બાંભણીયા

આટકોટ, તા. ૩૦ :. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીને પત્ર પાઠવીને પાટીદાર અનામત આંદોલનકારી દિનેશ બી. બાંભણીયાએ વિવિધ મુદ્દે પાટીદાર સમાજને થતો અન્‍યાય દૂર કરવા માંગણી કરી છે.

દિનેશ બાંભણીયાએ વધુમાં જણાવ્‍યુ છે કે ભુતકાળમાં જયારે જયારે પાટીદાર સમાજના અન્‍યાય ની વાત હોય ત્‍યારે ભાજપ હોય કે કોંગ્રેસ બંન્ને નો વિરોધ કર્યો છે. પરંતુ નૈતિકતાથી કોંગ્રેસ દ્વારા પાટીદાર અનામત માટે વિશેષ સત્રની માંગણી કરી છે તેને આવકારુ છુ.

૧.પાટીદાર સમાજ ને ઓ.બી.સી. કવોટા મા અનામત આપવી,૨. આંદોલન દરમ્‍યાન થયેલા પોલીસ દમનમાં દોષીત લોકો સામે પગલા લેવા,૩. આંદોલન મા મૃત્‍યુ પામેલ યુવાનોને શહીદ દરજજો અને વળતર સાથે સરકારી નોકરી આપવી, ૪. પાટીદાર સમાજનું આયોગ બનાવવું,૫. હાર્દિક પટેલ સહિતના તમામ આંદોલન કારીઓ ઉપર થયેલા કેસ પાછા ખેંચવા માંગણી કરી છે.

વિધાનસભાના અધ્‍યક્ષ શ્રી તથા મુખ્‍યમંત્રી ને પત્ર લખીને જે માંગણી કરી છે તેવીજ રીતે વિશેષ સત્રમાં પાટીદારો માટેના આપની માંગણ નો એજન્‍ડા વિગતવાર અને ક્રમશ લેખીત માં પ્રસિધ્‍ધ કરવા માટે વિનંતી કરુ છુ. કોંગ્રેસ પક્ષ પાટીદારોને ઓ.બી.સી.  કવોટામાં અનામત આપવા અને દમનના દોષિતો સામે પગલા લેવા સહમત હોય તો આપનો એજન્‍ડા પ્રસિધ્‍ધ કરશો, ભુતકાળના અનુભવ પ્રમાણે ફકત પાટીદાર સમાજનો કોંગ્રેસ અને ભાજપ ચૂંટણી લક્ષી ઉપયોગ ના થાયએ ડર છે, એટલે એજંડા ની માંગણી કરી છે.

૧૦% ઇ.બી.સી. અનામત ની તરફેણ નથી કરી તો આર્થિક ધોરણે અનામત ની વાત ના કરશો, કારણકે ભારતના બંધારણમાં આર્થિક રીતે અનામત ની કોઇ જોગવાઇ નથી. અને જે ત્રણ રાજયો માં આર્થિક અનામત રદ પણ થયેલ છે. એટલા માટે અમે ફકત ઓ.બી.સી. કવોટા માં સમાવેશ ની માંગણી કરી રહયા છીએ.

પાટીદાર સમાજના પ્રશ્ન માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સત્ર નહીં બોલાવે તો તેના અધ્‍યક્ષ અને જવાબદાર લોકોનો વિરોધ કરીશું

પાટીદાર સમાજનો રાજકીય મહત્‍વાકાંક્ષા પુરતો સિમિત ઉપયોગ હવે કોઇ પણ પક્ષ ને પાટીદાર સમાજના આંદોલનકારી યુવાનો નહીં થવા દે તેમ અંતમાં દિનેશ બાંભણીયાએ જણાવ્‍યું છે.

(4:36 pm IST)