Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

બનઅનામત નિગમ માટે સરકારે રૂા. ૧રપ૦૦ લાખ ફાળવ્‍યા : યોજનાઓની જાહેરાત તૂર્તમાં

સવર્ણ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષથી મોટો લાભ મળવાની આશા

રાજકોટ, તા. ૩૦ : રાજય સરકારે ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમને ધિરાણ માટે રૂા. ૧રપ૦૦ લાખની ગ્રાન્‍ટ ફાળવી છે. બિનઅનામત વર્ગ માટે શિક્ષણ અને વ્‍યવસાયમાં ઉપયોગી થતી નવી યોજનાઓ આવી રહી છે. ટૂંક સમયમાં જ તેની જાહેરાત થશે.

સામાજિક-ન્‍યાય અને અધિકારિતા, વિભાગના ઠરાવમાં જણાવાયું છે કે ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમને નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ માટે રૂા. પ૦,૦૦૦.૦૦ લાખની (પચાસ હજાર લાખ પુરા) ધિરાણ પ્રવૃતિ માટેની ગ્રાન્‍ટની વર્ષ ર૦૧૮-૧૯ના અંદાજપત્રમાં જોગવાઇ કરવામાં આવેલ હતી. પુખ્‍ત વિચારણાના અંતે ધિરાણ પ્રવૃત્તિ માટેની કુલ રૂા. પ૦,૦૦૦.૦૦ લાખ (અંકે રૂપિયા પચાસ હજાર લાખ પુરા)ની ગ્રાન્‍ટમાંથી પ્રથમ હપ્તા પેટે રૂા. ૧ર,પ૦૦.૦૦લાખ (અંકે રૂપિયા બાર હજાર પાંચસો લાખ પુરા) ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગરના હવાલે મૂકવા નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્‍યાણ ખાતુ, ગાંધીનગરને નીચેની શરતોને આધિન આપવામાં આવેલ છે. 

(4:45 pm IST)
  • ઉત્તર પ્રદેશની કૈરાનાના 73 અને ભંડારા-ગોંદિયાના 49 મતદાન કેન્દ્રો પર આજે ફરીથી થઈ રહ્યું છે મતદાન : સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે : પેટાચૂંટણીમાં વીવીપેટ મશીનોમાં ખરાબી આવી હતી, જેના કારણે આ બેઠકો પર આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે. access_time 2:38 pm IST

  • સાઉદી અરબના રિયાદમાં એક હોટલમાં એરઇન્ડિયાના પાયલોટનો મૃતદેહ મળ્યો :ચાલકદળનાં સૂત્રો મુજબ રીત્વિક તિવારી (ઉ,વ,27)નું હોટલના જીમમાં કથિત હૃદયરોગના હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે access_time 1:37 am IST

  • બેલ્જીયમમાં શંકાસ્પદ આતંકવાદી હુમલામાં બે પોલીસકર્મી સહીત ત્રણના મોત :બંદૂકધારીએ એક વ્યક્તિની હત્યા પહેલા બે પોલીસકર્મીને ગોળી મારી દીધી :સ્કૂલમાં તેને એક વ્યક્તિને બંધક પણ બનાવી ;પોલીસે હુમલાખોરને ઠાર કર્યો :આ ઘટના પૂર્વી ઔદ્યોગિક શહેર લીઝમાં બની હતી access_time 1:17 am IST