Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ભાજપનો નગારે ઘાઃ ગુજરાતમાં લોકસભાની ચુંટણી માટે સમિતિ બનાવી

નિતીન પટેલ, રૂપાલા, આઇ. કે., હીરાભાઇ સોલંકી, શંકર ચૌધરી વગેરેનો સમાવેશ

રાજકોટ તા. ૩૦: આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે ભાજપના વિવિધ સ્તરના હોદ્દેદારોની શ્રેણીબદ્ધ બેઠકો ચાલી રહી છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ લોકસભાની ચૂંટણી માટે ખાસ સમિતિની રચના કરી છે. તે સમિતિ પાર્લામેન્ટરી બોર્ડ નથી પરંતુ તેનું મહત્વ ચૂંટણીની દ્રષ્ટિએ ઘણું રહેશે તેવું ભાજપના વર્તુળો જણાવે છે. સમિતિમાં હોદ્દાની રૂએ પ્રમુખ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સંગઠ્ઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા રહેશે.

પ્રદેશ ચૂંટણી સમિતિમાં નીતિન પટેલ,  પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, કૌશિક પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપતભાઇ વસાવા, આઇ.કે. જાડેજા, ભાર્ગભ ભટ્ટ, ભરતસિંહ પરમાર, શંકર ચૌધરી અને હીરાભાઇ સોલંકીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

(4:07 pm IST)
  • આજથી સરકારી બેંકના આશરે 10 લાખ બેન્ક કર્મચારીઓ હડતાળ પર જશે : બે દિવસ માટે સરકારી બેન્કિંગ સેવાઓ ઠપ્પ થઈ જશે : બેંક સંઘે 5મી મે ના રોજ બેઠકમાં બેંક કર્મચારીઓ માટે બે ટકાના પગાર વૃદ્ધિની ભલામણને ફગાવી દેતાં આ હડતાલ પર જવાનો બેંક કર્મીઓના યુનિયને નિર્ણય કર્યો છે access_time 5:38 am IST

  • કૈરાના,ભંડાર-ગોંદિયા અને નાગાલેન્ડના 123 બુથો પર મતદાન :યુપીના કૈરાના અને મહારાષ્ટ્રના ભંડારા ગોંદિયા અને નાગાલેન્ડની એક લોકસભા સીટ પર આજે બુધવારે મતદાન ;આ બેઠક પર 28મીએ પેટ ચૂંટણી કરાવાય હતી પરંતુ ત્રણ સીટના કેટલાક બુથ પર મતદાન થશે access_time 1:19 am IST

  • સુરત બીટકોઈન કૌભાંડ મામલો : શૈલેષ ભટ્ટના ભાણેજ, નિકુંજ ભટ્ટ પાસેથી CID ક્રાઇમે 55 લાખ ની કિંમતના વધુ 11 બીટકોઈન રિકવર કર્યા. અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 160થી વધુ બિટકોઇન રિકવર કર્યા છે, જેની અંદાજી કુલ કિંમત રૂ. 9 કરોડ અંકાય છે. access_time 5:37 am IST