Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

પંચાયત મંત્રી જયદ્રથસિંહની હાજરીમાં કાલે જિલ્લા પંચાયતની સમીક્ષા બેઠક

રાજકોટ, તા. ૩૦ : રાજયના પંચાયત, ખેતીવાડી અને પર્યાવરણ વિભાગના રાજય કક્ષાના મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે. (આજે રાત્રે જ આવી જાય તેવી શકયતા) કાલે સવારે ગોંડલ પાસેના રાણશીકી ગામમાં તેઓ જળસંચય અભિયાનના પૂર્ણાહુતિ કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ ગાંધીનગર જતા પર્વ બપોરે ૩ વાગ્યે રાજકોટમાં સર્કીટ હાઉસ ખાતે બેઠક યોજેલ છે.

શ્રી જયદ્રથસિંહજી પંચાયત મંત્રી બન્યા બાદ રાજકોટ જિલ્લા પંચાયતની પ્રથમ સમીક્ષા બેઠક યોજેલ છે. કાલે જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાશિયા અને તમામ શાખા અધિકારીઓને બોલાવ્યા છે. પંચાયતના કામોની પ્રગતિ, વહીવટ પ્રતિકુળતા, ભવિષ્યનું આયોજન વગેરે બાબતે માહિતી મેળવી માર્ગદર્શન અને જરૂરી સૂચના આપશે.

(4:02 pm IST)