Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ફી કમીટી દ્વારા રૂ. ૬૭ લાખની વધુ લીધેલી ફી છાત્રોને પરત

રાજકોટ, તા., ૩૦: ગુજરાત રાજય ફી નિયમન સમીતી-ફી રેગ્યુલરીટી કમીટી (ટેકનીકલ) દ્વારા રાજયભરના વિદ્યાર્થીઓની ફરીયાદ પર તાત્કાલીક કાર્યવાહી કરી અને વધુ પ૩૯ વિદ્યાર્થીઓને આશરે ૬૭ લાખ કરતા વધારે રકમની ફી પરત કરવા જે તે સંસ્થાને ફરજ પાડેલ છે. વિદ્યાર્થીઓને આ સંદર્ભમાં માર્ગદર્શન  મળી રહે તે અર્થે ફી રેગ્યુલરીટી કમીટી દ્વારા ખાસ માર્ગદર્શક રેખા બહાર પાડવામાં આવેલી છે. જે મુજબ ગુજરાત રાજયના કાર્યક્ષેત્રમાં આવતી ફરીયાદો માટે જે તે વિદ્યાર્થીએ રૂ. ર૦ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ કરાવી અને પુરી વિગત કમીટીને આપવાથી આ સમીતી તુરંત જ આ સંદર્ભમાં કાર્યવાહી કરશે. સવિશેષ રીતે એડમીશન કેન્સલેશન ફી, ફી રીફંડ, ડીટેઇન થયેલા વિદ્યાર્થીઓ પાસે ફરી ફીની માંગણી, કેપીટેશન ફી કે વધારાની ફી કે ડીપોઝીટ સંદર્ભમાં વિદ્યાર્થીઓએ કોઇ સંબંધીત કચેરીમાં અરજી કરવાની રહેશે તેની પણ વિગત જાહેર કરી છે.

ફી નિયમન સમીટીના ચેરમેન પદે જસ્ટીસ અક્ષય મહેતા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પુર્વ કુલપતિશ્રી ડો.કમલેશ જોશીપુરા, વરીષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જૈનીક વકીલ, સભ્ય સચિવ તરીકે ટેકનીકલ એજયુકેશનના ડાયરેકટર તરીકે પ્રો.એચ.લોહીયા છે.

ફી નિયમન સમીતી (ટેકનીકલ) ગુજરાત રાજયની એક યાદી જણાવે છે કે વિદ્યાર્થીઓની ફરીયાદ પર કાર્યવાહી કરતા નીચે જણાવેલ સંસ્થાઓએ પ૩૯ વિદ્યાર્થીઓને આશરે રૂપીયા સડસઠ લાખ જેટલી ફી પરત કરેલ છે.

(3:59 pm IST)