Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ઓ. બી. સી. નિગમના પ્રશ્નો માટે અધિકારીઓ સાથે બેઠકઃ પ૦ કરોડની ગ્રાન્ટ ફાળવવા રજૂઆત

રાજકોટ : ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન અને મહામંડલેશ્વર નરેન્દ્રભાઇ સોલંકી (નરેન્દ્રબાપુ) ની યાદીમાં જણાવાયું છે કે જનસંઘ કે ભાજપના સ્થાપનાના પાયામાં છેવાડાના માનવીને કેન્દ્ર સરકાર અને રાજય સરકારની લોકકલ્યાણકારી  યોજનાઓનો લાભ મળે અને છેવાડાના માનવીનો પણ વિકાસ થાય તે માટે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે ચર્ચા થયા બાદ ઓ. બી. સી. નિગમના પ્રશ્નો માટે આધિકારીઓ સાથે એક બેઠક યોજાઇ હતી. ઓ. બી.સી. નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકીની ઓ. બી.સી. નિગમ માટેની રજૂઆતોને ધ્યાનમાં રાખી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં તેમના કાર્યાલય ખાતે નાણાં વિભાગના અધિકારીઓ સાથે ઓ.બી. સી. નિગમના તમામ પ્રશ્નો માટે બેઠક મળી હતી. જેમાં નકકી થયા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા ઓ. બી. સી. નિગમને ફાળવવામાં આવતી લોન તુરત જ ચાલુ કરાવવા માટેનો નિર્ણય કરવામાં આવેલ હતો. જેમાં નેશનલ બેકવર્ડ કલાસીસ ફાઇનાન્સ એન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના અધિકારીઓને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા પત્ર પાઠવી તુરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. અધિકારી અરવિંદભાઇ કપુરીયા તેમજ ગુજરાતના અગ્રસચિવ મીલીન્દ તોરણે, કે. દાસાણી, કે.જી. વણજારા (ડાયરેકટર), જશવંતભાઇ ગાંધી (એમ. ડી. -ઓબીસી નિગમ), સમાજ કલ્યાણ અધિકારી પટેલ સાથે બેઠકમાં ના. મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ દ્વારા નરેન્દ્રભાઇ સોલંકીની સફળ રજુઆતોને પગલે કેન્દ્ર સરકાર દ્વારા ફરી ગ્રાન્ટ મળે તે  માટે અને નેશનલ બેકવર્ડ કલાસીસ ફાઇનાન્સ એન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન તેમજ બક્ષીપંચ વિકાસ નિગમના જુના દરેક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ. ઉપર મુજબના ઓ. બી. સી. નિગમના નેશનલ બેકવર્ડ કલાસીસ ફાઇનાન્સ એન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના દરેક પ્રશ્નોનું નિરાકરણ કરી અને ઓ. બી. સી. નિગમને આવતા દિવસોમાં કેન્દ્ર સરકારના નિગમ નેશનલ બેકવર્ડ કલાસીસ  ફાઇનાન્સ એન્ડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રૂ. પ૦ કરોડની ગ્રાન્ટ ફાળવવા માટેની રજૂઆતો કરવામાં આવતા ટૂંક સમયમાં આ રકમ ફાળવવા બાંહેધરી અપાઇ હતી. ઓ. બી.સી. સમાજના વિદ્યાર્થીઓને તેમજ લઘુ ઉદ્યોગકારોને તાત્કાલીક લોન સહાય મળી શકે તે માટે આવનારા દિવસોમાં જિલ્લાવાઇઝ તબક્કાવાર બેઠકોનું આયોજન કરવામાં આવશે તેમ નરેન્દ્રભાઇ સોલંકીએ જણાવ્યું હતું.

(3:59 pm IST)