Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ઝેબા હેર ઓઈલનું આવિષ્કારઃ ૧૦૦ અને ૨૦૦ મી.લી.ના પેકીંગ લોન્ચ કરાયા

અમદાવાદાઃ ''ઝેબા બ્રાન્ડ'' હેર કલરની દુનીયામાં જાણીતું નામ છે. પાછલા એક દશકથી ઉત્તમ ગુણવતા તથા દરેક વ્યકિતને પોસાય તેવી કિંમતના ગુરૂમંત્રથી આજે વિશ્વસનીય બ્રાન્ડ છે એકસલ ઈમપેક્ષના ડિરેકટર રાજુભાઈ ભીમાણીએ જણાવ્યું હતું કે ઝેબા બ્રાન્ડની કવોલિટી પાછળ એક ખાસ ટીમ કાર્યરત છે. જે તેની નાનામાં નાની એકટીવીટી ઉપર ધ્યાન રાખે છે. કંપનીની સેલ્સટીમ દ્વારા અવાર નવાર ગ્રાહક મિત્રો સાથે મિટીંગ કરવામાં આવે છે. આવી જ એક મિટીંગમાં અનેક વેપારી મિત્રો દ્વારા સારી ગુણવત્તાનું હર્બલ હેર ઓઈલની માંગણી કરવામાં આવેલ.

કંપની દ્વારા એક રિસર્ચ ટીમ બનાવી ગ્રાહક માટે સર્વોતમ હર્બલ હેર ઓઈલ માટેની કવાયત હાથ ધરી. રિસર્ચ ટીમ અને વૈદ્યના માર્ગદર્શન દ્વારા ઝેબા હેર ઓઈલનું આવિષ્કાર થયું. જેમાં વાળને નુકશાન કરનાર કોઈપણ હાનિકારક તત્વ નથી. ૨૦ મૂલ્યવાન આયુર્વેદીક જડીબૂડીને પૌરાણિક આયુર્વેદિક ગ્રંથોના અનુસાર હેર ઓઈલ બનાવવામાં આવ્યું છે જેથી તેનો વપરાશ કરનારને ઘણા ખરા લાભ થાય છે. જેમકે વાળને જડથી મજબૂત થાય છે, વાળ ખરતા અટકે છે, વાળને ડેન્ડ્રાફટથી રક્ષણ આપે છે. ઝેબા બ્રાન્ડ હોય એટલે કોઈપણ પ્રકારની ઉણપ ન હોય. હાલ કંપની દ્વારા પ્રથમ તબક્કે ૧૦૦ મિલીનું પેકીંગ લોંચ કર્યું છે. આવનાર સમયમાં ૨૦૦મિલી લોંચ કરશે.

(3:55 pm IST)
  • દિગ્વિજયસિંહ કેજરીવાલના માર્ગે, માનહાનિ કેસમાં નીતિન ગડકરીની માંગી માફી : નીતિન ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવાયા ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ગડકરી નેતાથી વધુ ઉદ્યોગપતિ છે. access_time 5:38 am IST

  • કર્ણાટકમાં કોંગ્રેસ ઝૂકી : નાણા ખાતુ કુમાર સ્વામી પાસે જ રહેશે : હવે ઝડપથી સરકાર દોડતી થશે- પરમેશ્વર access_time 11:39 am IST

  • પાકિસ્તાનના પેશાવરમાં શીખ નેતા ચરણજિતસિંહની ગોળી મારીને હત્યા :હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ અને પાકિસ્તાનમાં શીખ કોમ્યુનિટીના નેતા ચરણજિતસિંહ પાકિસ્તાનમાં ધાર્મિક સદભાવને વધારવા અને હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવતા હતા: હુમલાખોર ગોળી મારીને બાઈક પર ફરાર access_time 1:25 am IST