Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

અમદાવાદ - સુરતમાં સજ્જડ બેંક હડતાલ : બેંકકર્મીઓએ કર્યા જબરદસ્ત પ્રદર્શનો : આખર તારીખના લીધે હજ્જારો કર્મચારીઓના પગાર મોડા થવાની વકી

અમદાવાદ: સરકાર સમક્ષ લાંબા સમયથી પડતર રહેલી પોતાની વિવિધ માગણીને પૂરી કરવાની ડિમાન્ડ સાથે આજે દેશભરના બેંક કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા છે. અમદાવાદ અને સુરતમાં કર્માચરીઓએ જોરદાર દેખાવો કર્યા હતા. બેંકકર્મીઓ મે મહિનાના અંતિમ બે દિવસોમાં કામકાજથી અળગા રહેશે. પગાર તારીખ નજીક છે ત્યારે જ બેંકોમાં હડતાળ પડતાં તમારી સેલેરી પણ લેટ થઈ શકે છે. તસવીરોમાં નજરે પડે છે બેંક કર્મચારીઓ દ્વારા કરાયેલ જોરદાર દેખાવો.

 

(2:28 pm IST)