Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ધોળામાં ધૂળ પાડી....

બનાસકાંઠામાં દાદાની ઉમરના આધેળે ૧૬ વર્ષની સગીરાને પીંખી નાખી : પોલીસે પોસ્કો હેઠળ કરી ધરપકડ

બનાસકાંઠા: રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ દિવસેને દિવસે સામે આવી રહી છે. હવસના પુજારીએ માજા મુકી હોય એમ નાની બાળકીઓને પોતાનો હવસનો શિકાર બનાવે છે. આ નરાધમોને જાણે પોલીસનો કોઈ ખૌફ ન હોય તેવું લાગી રહ્યું છે. દેશભરમાં અત્યારે માસુમ બાળાઓ અને યુવતીઓ પર દુષ્કર્મની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક માસૂમ બાળા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટના ગુજરાતના બનાસકાંઠાનાં અમીરગઢમાંથી સામે આવી છે.

અહીં એક 16 વર્ષની માસૂમ બાળકી સાથે દાદાની ઉંમરના શખ્સે દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ નરાધમે બાળકીની એકલતાનો લાભ ઉઠાવીને પીંખી નાખી હતી. આ વૃદ્ધ કંસારા ગામનો રહેવાસી છે. જો કે આ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓના હોશકોશ ઉડી ગયા હતા અને થોડીવાર માટે તો સ્તબ્ધ થઈ ગયા હતા.

જો કે પરિવારજનોએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી વૃદ્ધની અટકાયત કરી હતી. પોલીસે આ વૃદ્ધ સામે પોસ્કો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

 

(2:28 pm IST)