Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

આરોગ્ય તંત્ર જ બિમાર!બાળ મુત્યુ દરમાં ગુજરાત ૭માં ક્રમે

આરોગ્ય કેમ્પો-હોસ્પિટલમાં બહુ જગ્યાઓ ખાલી!મનીષ દોશી

અમદાવાદ, તા.૩૦: ભાજપ સરકારના ભ્રષ્ટ આરોગ્ય તંત્ર અને લાભાર્થી ઉધોગપતિને સોંપાયેલ જી.કે જનરલ હોસ્પિટલમાં છેલ્લા ૧૭ દિવસમાં ૨૬ થી વધુ નવજાત શિશુના મોત અંગે ગંભીરતાથી તપાસ કરવાને બદલે ગાંધીનગરના ઇશારે કામગીરી થઇ રહી છે. ગુજરાત કોંગ્રેસ પ્રવકતા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજયના નાગરીકોનું આરોગ્ય ચિંતાજનક છે. નાગરિકોના અપેક્ષિત આયુષ્ય ૬૩ વર્ષ સાથે ગુજરાત દેશમાં ૮ માં ક્રમે, બાળમુત્યુના ઊંચા દરમાં ૭ માં ક્રમે, માતા મુત્યુના ઊંચા દરમાં ૮ માં ક્રમે! ગુજરાત કરતાં પશ્વિમ બંગાળ, કર્ણાટક અને આંધ્રપ્રેદેશ જેવા રાજયો આગળ છે. કેરાલા ૭૪ વર્ષના અપેક્ષિત આયુષ્ય સાથે ટોચના ક્રમે છે. રાજયની ૫૫.૩ ટકા મહિલાઓ એનીમીયાથી પીડાય છે. હોસ્પિટલમાં ડીલીવરી માત્ર ૫૬.૫ ટકા સાથે ગુજરાત ૧૩ માં ક્રમે, ૨૩.૫ ટકા બાળકો કુપોષિત તથા ૪૫ ટકા બાળકો ઓછું વજન ધરાવે છે. મહિલાઓની તંદુરસ્તીની બાબતમાં ગુજરાતનો ક્રમ છેવાડાનો ૧૭ મો ક્રમ છે.

આરોગ્ય પાછળ ગુજરાત માથાદીઠ માત્ર રૂ.૨૭૦ના ખર્ચ સાથે દેશમાં ૩૧ માં નંબરનું છેવાડાનું રાજય જયારે મિઝોરમમાં રૂ.૧૬૧૧ સિકકીમમાં રૂ.૧૪૪૬, ગોવામાં રૂ.૧૧૪૯, હિમાચલ પ્રદેશમાં રૂ.૮૮૪, આસામમાં રૂ.૪૭૧, કેરાલામાં રૂ.૪૫૪, છતિસગઢમાં રૂ.૩૭૧, ઝારખંડમાં રૂ.૩૨૮, ઉતરપ્રદેશમાં માથાદીઠ આરોગ્ય પાછળ કરવામાં આવે છે. ટાટાને ૩૩ હજાર કરોડ તથા એસ્સારને ૭૧૦૦ કરોડની રાહત જયારે સામાન્ય નાગરિકોના આરોગ્ય પાછળ રૂ.૫૦૦-૧૦૦૦ ખર્ચ કરવાના નાણાં ભાજપ સરકારૅ પાસે નથી.

 બાળ મુત્યુ ૦-૧ વર્ષના બાળમુત્યુના દરમાં હજાર બાળકોએ ૫૦ બાળકોના મુત્યુ સાથેૅ ગુજરાત છેવાડાના સાતમાં સ્થાને આવે છે. જયારે કેરાલા ૧૨, તમિલનાડુમાં ૩૧, મહારાષ્ટ્રમાં, ૩૩, પશ્વિમ બંગાળમાં ૩૫, પંજાબમાં ૪૧ અને કર્ણાટકમાં ૪૫ બાળકો દર હજારે મુત્યુ પામે છે. પ્રસુતા માતાના મુત્યુમાં પણ દર દશ હજારે પ્રસુતિઓએ માતાના મુત્યુદર ૧૪.૮ સાથે ગુજરાત ૮ માં ક્રમે આવે છે. બાળકોના જન્મદરમાં પણ ગુજરાતમાં જન્મદર દર હજાર વ્યકિતઓએૅ ૨૨.૬ સાથે ગુજરાત નવા ક્રમે વધારે વસ્તી વધારું રાજય છે.

રાજયના ૬ કરોડ નાગરિકોના આરોગ્ય સેવા માટે રાજય સરકાર ગંભીર નથી તેવો હકીકત સાથે આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજયના વિવિધ જિલ્લાઓમાં ૭૩ સામુહિક  આરોગ્ય કેન્દ્ર, ૨૧૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૯૪૮ પેટા આરોગ્ય કેન્દ્રની ધટ છે. સાથે સાથે રાજયના ૩૦૦ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ૬૭ સરકારી હોસ્પિટલમાં ૧૬૫૩ જગ્યાઓ ખાલી એટલે કે, ૭૮ ટકા ડોકટરો વિના દવાખાનઓમાં છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમથછી દર્દીઓ હેરાન-પરેશાન થઇ રહ્યાં છે. રાજયમાં ૧૨૦૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૩૦૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ૬૭ સરકારી હોસ્પિટલોમાં વર્ગ-૨ ના આરોગ્ય અધિકારી ૨૮૭૧ માંથી ૧૧૬૮ એટલે કે, ૪૫ ટકા જેટલી જગ્યાઓ પાંચ વર્ષ કરતા વધુ સમયથી ખાલી છે.

(11:50 am IST)
  • દિગ્વિજયસિંહ કેજરીવાલના માર્ગે, માનહાનિ કેસમાં નીતિન ગડકરીની માંગી માફી : નીતિન ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવાયા ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ગડકરી નેતાથી વધુ ઉદ્યોગપતિ છે. access_time 5:38 am IST

  • હિલ સ્ટેશન સિમલામાં અભૂતપૂર્વ પાણીની સમસ્યા :છેલ્લા કેટલાય દિવસોથી આંદોલન કરતા લોકો ફરી રસ્તામાં ઉતર્યા :પાણીની તંગીને કારણે 30 રેસ્ટોરન્ટ બંધ :નપા અને સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ; રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું :નળને બદલે ટેંકરોથી પાણીનું વિતરણ :કાળાબજારી અને તંત્રની બેદરકારી સામે લોક રોષ access_time 1:38 am IST

  • દિલ્હીના માલવીયાનગર રહેણાક વિસ્તારમાં છેલ્લા ૧૨ કલાકથી, એક ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગ હજુ બેકાબૂ : હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી : ફાયરબ્રિગેડ તંત્રએ આગ બુઝાવવા માટે હેલીકોપ્ટરની મદદની માંગણી કરી : ગોડાઉનની આસપાસના ઘરોમાં રહેતા લોકોમાં નચી ગઈ અફરાતફરી access_time 9:05 am IST