Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

અમદાવાદમાં ૭ થી ૧૦ જૂન સુધીમાં પ્રિ-મોન્સૂન એકિટવીટીની આગાહી

૨૦૧૧ પછી પહેલીવાર કેરળમાં ત્રણ દિવસ વહેલુ ચોમાસુ

અમદાવાદ, તા. ૩૦ : નૈઋત્યનું ચોમાસુ સામાન્ય રીતે કેરળમાં ૧લી જૂનથી એકટીવ થતું હોય છે, પણ આ વર્ષે ૨૦૧૧ પછી પહેલીવાર કેરળમાં ૩ દિવસ ચોમાસાનું વહેલુ આગમન થયુ છે. અમદાવાદમાં પ્રિ-મોન્સૂન એકિટવીટી ૭ થી ૧૦ જૂન વચ્ચે શરૂ થવાની આગાહી છે. તેમજ ૧૫મી જૂનથી રાજયમાં સાર્વત્રિક વરસાદ પડે તેવા સંકેતો હવામાન વિશેષજ્ઞ દ્વારા પ્રાપ્ત થયા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એકિટવીટી શરૂ થશે, જયારે અમદાવાદમાં ૭ થી ૧૦ જૂન વચ્ચે વરસાદ ઝાપટા પડવાની શકયતા છે. આગામી અઠવાડીયા દરમિયાન અમદાવાદમાં ગરમીમાં ઘટાડો થશે.

(11:49 am IST)