Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

અમદાવાદથી કોચી જતી ફ્લાઈટનું વડોદરામાં ઇમર્જન્સી લેન્ડિંગ : ભાવનગરના યુવાનનું હાર્ટએટેકથી મોત

ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા ડો. મુકેશભાઇ બોગરાએ જગદીશભાઇને પ્રાથમિક સારવાર આપી

અમદાવાદથી કોચી જઇ રહેલી ઇન્ડિગો ફ્લાઇટમાં ભાવનગરનો યુવાન મુસાફી કરી રહ્યો હતો. જેને હ્રદયરોગનો હુમલો ઉપડતાં વડોદરા એરપોર્ટ ખાતે ઈમર્જન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. જ્યાંથી યુવાનને તરત જ સારવાર માટે 108 મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરનાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

  ઘટનાની પ્રાપ્ત થતી પ્રાથમિક માહિતી મુજબ ભાવનગરના સ્વામિનારાયણનગર ગુરૂકુળ પાસે આવેલી રામનગર સોસાયટીમાં રહેતા જગદીશભાઇ મહેશભાઇ પંડ્યા(ઉ.વ.38) આજે અમદાવાદથી કોચી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બેઠા હતા. આ સમયે તેઓને અચાનક જ ગભરામણ થવા લાગી હતી. જેથી ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા ડો. મુકેશભાઇ બોગરાએ જગદીશભાઇને પ્રાથમિક સારવાર આપી હતી

   બાદમાં ફ્લાઇટનું વડોદરા એરપોર્ટ ખાતે ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જ્યાંથી જગદીશભાઇને 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સયાજી હોસ્પિટલના તબીબોએ જગદીશભાઇને મૃત જાહેર કર્યા હતા.

(8:25 pm IST)
  • સાઉદી અરબના રિયાદમાં એક હોટલમાં એરઇન્ડિયાના પાયલોટનો મૃતદેહ મળ્યો :ચાલકદળનાં સૂત્રો મુજબ રીત્વિક તિવારી (ઉ,વ,27)નું હોટલના જીમમાં કથિત હૃદયરોગના હાર્ટએટેકના કારણે મૃત્યુ થયું છે access_time 1:37 am IST

  • પેટ્રોલ ૨૩ રૂપિયા અને ડીઝલ ૨૧ રૂપિયા સસ્તુ થશેઃ વેનેઝૂએલાની ભારતને વિશેષ ઓફરઃ મોદી સરકાર મહત્વનો નિર્ણય કરશે access_time 11:38 am IST

  • કૈરાના,ભંડાર-ગોંદિયા અને નાગાલેન્ડના 123 બુથો પર મતદાન :યુપીના કૈરાના અને મહારાષ્ટ્રના ભંડારા ગોંદિયા અને નાગાલેન્ડની એક લોકસભા સીટ પર આજે બુધવારે મતદાન ;આ બેઠક પર 28મીએ પેટ ચૂંટણી કરાવાય હતી પરંતુ ત્રણ સીટના કેટલાક બુથ પર મતદાન થશે access_time 1:19 am IST