Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

અમદાવાદ-મહેસાણા હાઇવે પર ચાંદરડા નજીક વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ :11,64 લાખનો મુદામાલ જપ્ત

નંદાસણ પોલીસે ટ્રક અટકાવતા ડ્રાયવર અને ટ્રકમાં સવાર શખ્શ નાશી છૂટ્યા

 

અમદાવાદ-મહેસાણા હાઇવે પર ચાંદરડા નજીક નંદાસણ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી શરાબ ભરેલી ટ્રક ઝડપી પાડી વિદેશી શરાબની બોટલ નંગ-2784 સાથે રૂપિયા 16,64,000-નો મુદ્દામાલ કબ્જે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે ટ્રક ડ્રાઇવર અને ટ્રકમાં સવાર બીજો શખ્શ નાસી છુટય હતા

  અંગે મળતી વિગત મુજબ કડીનાં નંદાસણ પોલીસ મથકનાં પીઆઇ .બી.ગોહિલ સ્ટાફ સાથે અમદાવાદ-મહેસાણા હાઇવે ઉપર ચાંદરડા પાટીયા નજીક પેટ્રોલીંગમાં હતા તે સમયે મહેસાણા તરફથી આવી રહેલ જીજે-16-વી-3137 નંબરની ટ્રક પસાર થતા તેનો રોકવાનો પ્રયાસ કરતા ટ્રક ચાલક અને ટ્રકમાં સવાર બીજો શખ્શ પોલીસના વાહન જોઇ ટ્રક એક તરફ મુકી ભાગી છુટયા હતા.નંદાસણ પોલીસે ટ્રકની તલાશી લેતા ટ્રકમાં વિદેશી શરાબનો જ્થ્થો ઝડપાયો હતો

 પોલીસે વિદેશી શરાબની બોટલ નંગ-2784 કિંમત રૂપિયા 11,64,000  તથા ટ્રક કિંમત રૂપિયા 5,00,000  સહિત રૂપિયા 16,64,000 કુલ મુદ્દામાલ રકમ કબ્જે લઇ નંદાસણ પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક વિરુધ્ધ વિદેશી શરાબની હેરાફેરી મામલે ગુનો નોંધી ટ્રકનાં એન્જીન ચેચીસ નંબરનાં આધારે વિદેશી શરાબનાં બુટલેગર સુધી પહોંચવાનાં પ્રયાસો હાથ ધર્યા છે

(12:55 am IST)