Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

કોરોના સંક્રમણ રોકવા થતા કોવિડ નિયમોના પાલન માટે રાજપીપળા APMC ખાતે ભાજપ હોદેદારો ને માર્ગદર્શન અપાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દિનપ્રતિદિન વધતી જતી કોરોના મહામારીના સંક્ર્મણને રોકવા માટે અને કોવીડ-૧૯ ના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તથા અન્ય વિવિધ ઉપાયો વિશે પાલન કરવા રાજપીપલા APMC ના સભાખંડમાં જિલ્લા પંચાયત સભ્યો તથા તાલુકા પંચાયત સભ્યો, પક્ષના હોદેદારો તથા અન્ય આગેવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમાં દરેક સભ્ય તથા કાર્યકર્તાઓએ પોતાની તંદુરસ્તી સારી રહે તેના માટે કાળજી રાખવી અને અન્ય લોકોમાં કોરોનાનું સંક્ર્મણ ન ફેલાય તે માટે સાવધાની રાખવી, કામ વગર બહાર જવું નહિ, લગ્ન કે મરણ પ્રસંગમાં શક્ય હોય તો જવાનુ ટાળવું, લગ્ન પ્રસંગમાં મેડાવળા ના કરવા તથા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આરોગ્યની ટીમ ગામડે-ગામડે શરદી તથા ખાસીને રોકવા તથા કોરોના ના સામાન્ય ઉપચારની દવાનું વિતરણ ટૂંક સમયમાં કરવાનાં છે, તો દરેક લોકો તેને ફેંકી ન દે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે તે માટે અપીલ કરવામાં આવી

આરોગ્ય રથ દ્વારા લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે તથા કોરોના ના સંક્ર્મણને રોકી શકાય તે માટે આર્યુવેદીક દવાનું વિતરણ કરવામાં આવશે, તે માટે લોકો તેનું ચુસ્તપણે પાલન કરે અને સાચા અર્થમાં કોરોના મહામારીને રોકવા માટે (કોરોનાની રસી) વેક્સીનનો લોકો વધુમાં વધુ ઉપયોગ કરે અને હવેથી ૧૮ વર્ષથી ઉપરના યુવાનોએ ફરજીયાત રસી લે તેવા જરૂરી મુદ્દાઓ વિશે લોકોની વચ્ચે જઈ લોકોને સમજાવાનું કાર્ય તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો તથા પક્ષના આગેવાનો ફરજીયાત આ સેવાકીય કાર્ય કરે તે માટે અપીલ કરવામાં આવી.
આ બેઠકમાં ભાજપ સાંસદ મનસુખભાઇ વસાવા સાથે નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વસાવા, નાંદોદ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી અશોકભાઈ વલ્વી, વિનોદભાઈ વસાવા તથા તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા.

(10:59 pm IST)